સુરતમાં 16 થી 27 સપ્ટેમ્બર દરમિયાન બ્લોક, આ ટ્રેનોને થશે અસર, જાણો યાદી
Surat, Western Railway: પશ્ચિમ રેલવે દ્વારાજાહેરાત કરવામાં આવી છે કે, સતના અને બરેઠિયા વચ્ચે નવી લાઇન શરૂ કરવાના સંબંધમાં તેમજ જબલપુર ડિવિઝનના જબલપુર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 ના વોશેબલ એપ્રોનના સમારકામના સંબંધમાં બિન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, બ્લોક થશે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, 16 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર, 2024 સુધી હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે, કેટલીક પશ્ચિમ રેલવેની ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં આ ટ્રેનોની વિગતો જણાવી છે. જે નીચે મુજબ છે.

રદ્દ કરવામાં આવી આ ટ્રેનો
- ટ્રેન નંબર 03418 ઉધના - માલદા ટાઉન (સાપ્તાહિક) 17 અને 24મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 03417 માલદા ટાઉન - ઉધના (સાપ્તાહિક) 15મી અને 22મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09033 ઉધના - બરૌની (દ્વિ-સાપ્તાહિક) 16મી, 18મી, 23મી અને 25મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09034 બરૌની - ઉધના (દ્વિ-સાપ્તાહિક) 18, 20, 25 અને 27 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09045 ઉધના - પટણા (સાપ્તાહિક) 20મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09046 પટના - ઉધના (સાપ્તાહિક) 21મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નં. 09063 વાપી - દાનાપુર (ત્રિ-સાપ્તાહિક) 17, 20, 21 અને 24 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09064 દાનાપુર - ભેસ્તાન (ત્રિ-સાપ્તાહિક) 19મી, 22મી, 23મી અને 26મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09343 ડૉ. આંબેડકર નગર - પટના (સાપ્તાહિક) 19મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09344 પટના - ડૉ. આંબેડકર નગર (સાપ્તાહિક) 20મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા
- ટ્રેન નંબર 09025 વલસાડ - દાનાપુર (સાપ્તાહિક) 16મી અને 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ મુસાફરી
- ટ્રેન નંબર 09026 દાનાપુર - વલસાડ (સાપ્તાહિક) 17મી અને 24મી સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ થતી વિશેષ યાત્રા












Click it and Unblock the Notifications
