વડોદરા: મોજશોખ પુરા કરવા યુવક ચોરીના રવાડે ચડ્યો, બેંકનું ATM મશીન તોડવા ગયોને થઈ ગયો કાંડ

રાજ્યમાં ગુનાખોરીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ચોરી, હત્યા અને ઘરફોડ સહિતના ગુનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ATMને એક તસ્કરે તોડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો, સમગ્ર મામલે બેંકના જનરલ મેનેજેરે તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, મંજુસર પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડાના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે કે, તેમના બેંકનું ATM 24 કલાક ચાલુ રહે છે અને દરરોજ અનેક લોકો આ ATMમાંથી નાણાકીય વ્યવહાર કરે છે.

vadodarachor

13 ફેબ્રૂઆરીના રોજ તેઓ બેંકનું કામ કરીને ઘરે આવ્યા હતા તે રાતે તેમને ફોન આવ્યો હતો કે, તેમની બેંકનું ATM મશીન એક વ્યક્તિ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને પકડી પાડવામાં આવ્યો છે. જેથી તેમણે તુરંત ઉપરી અધિકારીને ફોન કરીને જાણ કરી હતી.

સમગ્ર ઘટનાની માહિતી મળતાની સાથે જ તેઓ ATM સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.જે શખસે મશીન તોડવાનું કામ કર્યું હતુ.

પૂછપરછ દરમિયાન હિતેશકુમાર ચાવડાએ જણાવ્યું હતુ કે, તેને પૈસાની જરૂરત હોવાથી તેણે પોણા બે વાગ્યે ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે હિતેશકુમાર ચંદુભાઇ ચાવડા સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X