પાદરામાં વૃદ્ધ દંપતિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, બીમારીથી મોત થયુ હોવાનું પ્રાથમિક અનુમાન
વડોદરામાં પાદરમાં એક વૃદ્ધ દંપતિની શંકાસ્પદ હાલત મળી આવી છે. છેલ્લા 10 વર્ષથી શહેરના સોંખડા રોડ પર આવેલા બજરંજનગર સોસાયટીમાં રહેતા આ દંપતિ અહીં રહેતું હતું. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ દંપતિ છેલ્લા ઘણા વર્ષોથી બીમાર હતું. હાલ પાદરા પોલીસે મૃતદેહોને કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, આ દંપતીનું મોત બીમારીને કારણે થયુ હોઈ શકે છે. પોલીસે જ્યારે આ લાશનો કબ્જો લીધો ત્યારે લાશની હાલત અંત્યંત ખરાબ હતી.

અહેવાલો અનુસાર, પોલીસને સ્થાનિક લોકોએ જાણ કરી હતી. સ્થાનિક લોકોને મકાનમાંથી અંત્યંત દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચી ત્યારે લાશ અંત્યંત ખરાબા હાલતમાં જોવા મળી હતી. લોકોના જણાવ્યા અનુસાર, લાશ પર કીડા ફરી રહ્યા હતા.
માહિતી મુજબ, બજરંગનગરમાં 75-80 વર્ષના વૃધ્ધ દંપતિ ભુપેન્દ્ર શાહ તથા અને મધુબેન શાહ રહેતા હતા. ભુપેન્દ્ર શાહ મોટર રીવાઇન્ડીંગનું કામ કરતા હતા અને બીમાર પત્ની સાથે કેટલાક સમયથી ઘરમાં જ હતા અને સ્થાનિકો સાથે પણ સંપર્કમાં નહોતા.












Click it and Unblock the Notifications
