છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો!
છોટાઉદેપુર ખાતે એસ.એફ.હાઇસ્કૂલ ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો.
છોટાઉદેપુર ખાતે એસ.એફ.હાઇસ્કૂલ ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી કલાકારોએ ભાગ લીધો હતો. ત્રણ કેટેગરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકનૃત્યુ, એકપાત્રીય અભિનય, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, તબલા વાદન, ભરતનાટ્ટયમ, લોકગીત સહિત વિવિધ કૃતિઓની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં યોજાયેલી ચિત્રસપર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.

આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને અને પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલામહાકુંભ યોજાયો હતો. કલા મહાકુંભમાં ઉપસ્થિત કલાકારો અને ઉપસ્થિત નગરજનોને સંબોધતા જશુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિમાં કોઇને કોઇ પ્રતિભા છુપાયેલી હોય છે. આ પ્રતિભાને ઉજાગર કરવા માટે સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે એમ જણાવી તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો શુભકામનાઓ પાઠવી હતી.
પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, જીવનમાં કળા ન હોવી જોઇએ એમ કહી શિવનું તાંડવનૃત્યુ અને પાર્વતીનું લાસ્ય નૃત્યુ એ ભારતીય સંસ્કૃતિનું ધરોહર છે એમ કહી તેમણે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી આ શક્તિઓને બહાર લાવવાની કામગીરી કરનાર શિક્ષકોને પણ તેમણે શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે મહાકુંભમાં ભાગ લેનાર સ્પર્ધકોને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. છોટાઉદેપુર જિલ્લાના અધિક નિવાસી કલેકટર આર.કે. ભગોરાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા તમામ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી.












Click it and Unblock the Notifications
