વિદેશ મંત્રી જયશંકરનો ગુજરાત પ્રવાસ, જાણો કાર્યક્રમ
S Jaishankar Gujarat visit : વિદેશ મંત્રી અને ગુજરાતના રાજ્યસભા સાંસદ એસ જયશંકર બે દિવસ માટે રાજ્યની મુલાકાતે છે. એસ જયશંકર રવિવારે રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા.
આજે જયશંકર એકતાનગરમાં સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) સ્કિલ સેન્ટરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા જઈ રહ્યા છે.

જે બાદ, વિદેશ મંત્રી એસ જયશંકર રાજપીપળામાં ચિલ્ડ્રન હોમ, ગર્લ્સ કેમ્પસમાં લેબ અને સ્માર્ટ ક્લાસ માટેના ઉદ્ઘાટન સમારોહનો પણ ભાગ બનશે. વધુમાં વિદેશ મંત્રી દિવસના અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લાછરસ ખાતે નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવશે.
વિદેશ મંત્રી એસ જયશંકર 30 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે વડોદરાથી રવાના થાય તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
