For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 3ના મોત, બચાવકાર્ય ચાલુ

ગુજરાતના વડોદરાના બાવામાન વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત પડવાની દૂર્ઘટના બની છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત પડવાની દૂર્ઘટના બની છે. નિર્માણાધીન ઈમારત પડવાથી ત્રણ મજૂરોના મોત થયા છે. વળી, ઘણા લોકોના દબાયા હોવાની શંકા છે. એએનઆઈના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોતના સમાચાર છે. ત્રણે મજૂરો જણાવવામાં આવી રહ્યા છે જે ત્યાં ઈમારત નિર્માણ કાર્યમાં લાગેલા હતા.

vadodara

દૂર્ઘટનાની સૂચના મળતા જ પ્રશાસન અને ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઑપરેશનનુ કામ ચાલુ છે. ફાયરબ્રિગેડ, પ્રશાસન અને સ્થાનિક લોકો કાટમાળની નીચે દબાયેલા લોકોને કાઢવામાં લાગેલા છે. મીડિયા રિપોર્ટસ મુજબ સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ઈમારત પહેલેથી જ એક તરફ ઝૂકેલી હતી. જેની ફરિયાદ સ્થાનિક લોકોએ પ્રશાસનને પણ કરી હતી પરંતુ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ. દૂર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે જ આ રીતે મહારાષ્ટ્રના ઠાણે પાસે ભિવંડી વિસ્તારમાં ત્રણ માળની ઈમારત પડી ગઈ હતી જેમાં 39થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. લગભગ 4 દશક જૂની ઈમારત 21 સપ્ટેમ્બરની સવારે લગભગ 3.45 વાગે અચાનક ધરાશાયી થઈ ગઈ. જે સમયે આ દૂર્ઘટના બની ત્યારે લોકો સૂઈ રહ્યા હતા જેના કારણે લોકો મોટી સંખ્યાાં કાટમાળમાં દબાઈ ગયા. દૂર્ઘટનામાં 39 લોકોના મોત થઈ ગયા જ્યારે એનડીઆરએફની ટીમે ઘણા લોકોને કાટમાળમાંથી જીવતા કાઢ્યા.

UPSC Prelims 2020: પરીક્ષા ટળશે કે નહિ, જાણો સુપ્રીમ કોર્ટમાં શું થયુંUPSC Prelims 2020: પરીક્ષા ટળશે કે નહિ, જાણો સુપ્રીમ કોર્ટમાં શું થયું

English summary
Gujarat: Under-construction building collapsed in in Vadodara last night. 3 died, Rescue operation underway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X