For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કીશન ભરવાડ હત્યા મામલો: સસરાએ આરોપીઓનું જાહેરમાં એન્કાઉન્ટર અથવા ફાંસી આપવાની કરી માંગ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે, ત્યારે આજે વડોદરા ખાતે કિશનના સસરાને ત્યાં જમાઇનું બેસણું યોજાયું હતું. દરમિયાન કિશનના સસરા અને સાળાએ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી છે.વિધર્મીઓ દ્વારા ધંધ

|
Google Oneindia Gujarati News

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે, ત્યારે આજે વડોદરા ખાતે કિશનના સસરાને ત્યાં જમાઇનું બેસણું યોજાયું હતું. દરમિયાન કિશનના સસરા અને સાળાએ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી છે.

Kishan Bharwad

વિધર્મીઓ દ્વારા ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ તેમની સાસરી વડોદરામાં આજે બેસણું યોજવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે સયાજી ટાઉનશીપ નજીક રહેતા કિશન ભરવાડના સસર જેસંગભાઇ મોતીભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં બે આરોપીઓએ દગાથી આગળ જતી બાઇક પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી તે કિશનભાઇ મારા જમાઇ થાય છે. આ ઘટનાને માલધારી સમાજ વખોડી કાઢે છે. અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.

મૃતક કિશનના સાળા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, કિશન બોળિયા (ભરવાડ) મારા જીજાજી હતા. દોઢ વર્ષ પહેલા જ મારી બહેનના તેમની સાથે લગ્ન થયા હતાં. 2 જાન્યુઆરીએ તેમના ત્યાં ભાણીનો જન્મ થયો હતો. વિધર્મીઓ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેમાં પાકિસ્તાન સુધી છેડા જોડાયા છે. ઘણાં મૌલવીઓના નામ આ મામલે ખુલ્યા છે, તેઓ પોતાને ગુરુ માને પણ આતંકીઓ જેવા કૃત્યો કરે છે. અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે, આરોપીઓનું એન્કાઉન્ટર કરો અથવા તેમને ફાંસીની સજા આપો.

બેસણાના પગલે કિશનના સસરાના વડોદરા સ્થિત ઘર બહાર આજે સવારથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કિશનની હત્યાને પગલે સાસરી વડોદરામાં તેના પરિવારજનો અને સમાજના લોકોમાં ઘેરા શોકની લાગણી છે. તેના સસરાના ઘરની બહાર કિશનને શ્રદ્ધાંજલિ આપતું એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે.

English summary
Kishan Bharwad murder case: Father-in-law demands public encounter or execution of accused
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X