મારા પર કેસ કરનાર હજુ સુધી કોઈ પેદા નથી થયોઃ BJP ધારાસભ્ય

BJP ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે મારા પર કેસ કરનાર હજુ સુધી કોઈ પેદા નથી થયો.

વડોદરાઃ વિવિધ પ્રકારના નિવેદનોના કારણે વિવાદોમાં રહેતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના બોલ ફરીથી બગડ્યા છે. મધુ શ્રીવાસ્તવે કોરોના બિમારીમાંથી રિકવર થયા બાદ હાલમાં જ વડોદરાના ગજરાવાડી હનુમાન મંદિરમાં સમર્થકો સાથે ડાંસ કર્યો હતો. આ દરમિયાન તેમણે માસ્ક પણ નહોતુ પહેર્યુ અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ જાહેરમાં ઉલ્લંઘન કર્યુ હતુ જેને કારણે મધુ શ્રીવાસ્તવ પર સવાલ ઉઠવા લાગ્યા.

Madhubhai Shrivastav

આના કારણે મીડિયા સાથે વાતચીતમાં મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે સનાતમ ધર્મમાં એવુ ક્યાં લખ્યુ છે કે પોતાના જ મંદિરની અંદર મોઢુ બાંધીને પૂજા કરવામાં આવે? કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. વળી, ધરપકડની વાત પર ધારાસભ્યએ કોઈ અધિકારીની પિટાઈ કરવા સુધીની વાત કહી દીધી અને બોલ્યા કે, 'મે કોઈ અધિકારીની પિટાઈ કરી છે તો કરી છે પરંતુ મારા પર કેસ કરવાવાળાએ હજુ સુધી જન્મ નથી લીધો.'

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી 22થી વધુ ધારાસભ્યોને કોરોના થઈ ચૂક્યો છે. એ ધારાસભ્યોમાં મધુ શ્રીવાસ્તવ પણ હતા. ઈલાજ કરાવ્યા બાદ તે રિકવર થયા અને પછી 19 સપ્ટેમ્બરે મધુ શ્રીવાસ્તવે હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા વિના જ સમર્થકો સાથે ડાંસ કર્યો હતો. ત્યારે તેમનો વીડિયો વાયરલ થઈ ગયો. મધુ શ્રીવાસ્તવ વડોદરાની વાઘોડિયા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X