For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇટીઆઇ ગોધરા ખાતે સંયાર બ્યૂરો દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયુ!

ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો ગોધરા દ્વારા આઈ.ટી.આઈ. દશરથ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બે દિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો ગોધરા દ્વારા આઈ.ટી.આઈ. દશરથ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બે દિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનને GSFCનાં વાઈસ પ્રેસીડન્ટ દિગંત ત્રિવેદી તથા નાયબ નિયામક વડોદરાના આર. આર. પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ.

Photo exhibition

આ ફોટો પ્રદર્શનમાં આઝાદીના અમૃત મહોત્સવ, સ્વચ્છ ભારત તેમજ મતદાન જાગૃતતા જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ફોટો પ્રદર્શનનો આઈ. ટી. આઈ.નાં તાલીમાર્થીઓ તેમજ વડોદરાના સ્થાનિક રહેવાસીઓએ પ્રદર્શન નિહાળી તેનો લાભ લીધો હતો. ફોટો પ્રદર્શન કાર્યક્રમની સાથે કેન્દ્રીય સંચાર બ્યૂરો ગોધરા દ્વારા આઈ. ટી. આઈ. દશરથના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કીલ જોબ અને મોડેલ નિર્દશન માટે રાખવામાં આવ્યા હતા.

આ સ્કીલ જોબ અને મોડેલ દ્વારા લોકોને આઈ.ટી.આઈ.માં ચાલતા વિવિધ વ્યવસાયોમાં અપાતી સ્કીલ તાલીમ વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રોજગાર કચેરી વડોદરાનો સ્ટોલ અને ચૂટણી શાખા દ્વારા નામ નોંધણી અને મતદાન જાગૃતતા માટે પણ સ્ટોલમાં રાખવામાં ઊભા કરવામાં આવ્યા છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે દિગંત ત્રિવેદીએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતુ કે, અમૃતકાળમાં સમૃદ્ધ, સશક્ત અને સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ કરવા આપણે સૌ કટિબદ્ધ થઇ દેશને વિકાસ તરફ લઇ જવા અનુરોધ કર્યો હતો. આર. આર. પટેલે સ્વાતંત્ર્ય સૈનાનીઓના સ્વપ્નના ભારતનું નિર્માણ સૌ સાથે મળી કરવા પર ભાર મુક્યો હતો.

English summary
Photo exhibition organized by Sanyar Bureau at ITI Godhra!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X