વડોદરા: રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, 1 બાળક સહિત 4 લોકો થયા ઘાયલ
વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરમાં વહેલી સવારે એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળક સહિત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર સયાજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફા
વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરમાં વહેલી સવારે એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળક સહિત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર સયાજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો. બાજુમાં આવેલા મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.

ફાયર બ્રિગેડમાથી મળેલી માહિતી મુજબ શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતા વિકીભાઈ પટેલના ઘરે આજે સવારે ગેસ સળગાવતી વખતે લિકેજ થઈ રહેલા ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને અગન જ્વાળાઓની ઝાડ ઘરમાં હાજર જ્યોતિબેન વિકીભાઈ પટેલ (ઉં.23) તથા બાળક વૃતાંશ પટેલ તથા વિકીભાઈ પટેલ તેમજ તેમના ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલા ભારતીબેન રમેશભાઈ લીમ્બાચીયા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે.
આ બનાવમાં ફ્રીજ ટીવી તથા અન્ય ઘરવખરી સળગી ગઇ હતી અને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે, આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો ગેસના બોટલ ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે, બાજુમાં આવેલા પાડોશીના મકાનની દિવાલો પણ ધ્રૂજી ઊઠી હતી. સદનસીબે પાડોશમાં રહેતા પરિવારને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
