Vadodara: વડોદરામાં પાર્ટ ટાઈમ જોબના બહાને છેતરપિંડી, કરી યુવતી સહિત બેની ધરપકડ
Vadodara Crime News: વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃતિમાં વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે એક રિફાઈનરીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને રિફાઈનરી ટાઉનશીપમાં રહેતા શાલીન છાજેર દ્વારા વડોદરા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, આરોપીએ મને ટેક મેગ્નેટ ડિજિટલ માર્કેટિંગ એજન્સીનો બિઝનેસ એસોસિએટ તરીકે ઓળખ આપીને મારો સંપર્ક કર્યો હતો.
ગત 11 ઓગસ્ટના રોજ મને ટેલિગ્રામ પર મિસ કાવ્યાના નામનો મેસેજ મળ્યો હતો. જેમાં મને પાર્ટ ટાઈમ જોબ કરીને રોજના 3500 રૂપિયા સુધીની કમાણી કરવાની ઓફર કરવામાં આવી હતી. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાના નામે મને કાર્ય દીઠ 50 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.

શાલીન છાજેરે જણાવ્યું હતું કે, શરૂઆતમાં મને કામ માટે પૈસા મળ્યા હતા. તેથી મેં તે માન્યું. ત્યારબાદ મને ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો, અને પૈસા જમા કરાવ્યા બાદ ટાસ્ક આપવામાં આવશે, તેમ કહી વારંવાર પૈસા જમા કરાવવામાં આવ્યા હતા.
શાલીન છાજેરે જણાવ્યું હતું કે, મારું બેલેન્સ પણ સામે દેખાતું હતું, પરંતુ હું રૂપિયા 8.20 આ રીતે મારી પાસેથી લીધા બાદ પણ પૈસાની માંગણી ચાલુ રહેતા મને શંકા ગઈ હતી.












Click it and Unblock the Notifications
