વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મી અને NDRFની 5-5 અને SDRFની 6 ટીમો તૈનાત
Vadodara Flood: રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે.
વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
ત્યારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે.
આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

શા માટે વડોદરામાં સ્થિતિ વણસી? - વડોદરામાં વિશ્વામિત્રી નદી મંગળવારે સાંજ સુધીમાં તેની મહત્તમ સપાટી 35.25 ફૂટને સ્પર્શી ગઈ હતી. નદીનું જોખમી સ્તર 25 ફૂટ પર છે.
વડોદરાના કલેક્ટર બીજલ શાહે અગાઉના દિવસે જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે નીચાણવાળા વિસ્તારોમાંથી 3,000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
મંગળવારે મોડી રાત્રે નદીનું જળસ્તર સતત વધતું રહ્યું અને ઘણા વિસ્તારોમાં તે 40 ફૂટના આંકને વટાવી ગયું હતું.
જેના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ પાણીનો ભરાવો ઓછો કરવા આજવા અને પ્રતાપપુરા જળાશયોના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.












Click it and Unblock the Notifications
