Vadodara: વિશ્વામિત્રી ગાડીતુર, ભયનજક સપાટીએ પહોંચતા આર્મી તૈનાત કરાઈ
Vadodara: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે પૂરની સ્થિતી છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે.
ભારે વરસાદને કારણે વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ છે. આ વરસાદને કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે.
ભારે વરસાદને પગલે વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી છે. વિશ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચતા આર્મી તૈનાત કરવામાં આવી રહી છે.
વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચતા આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર અને દેવ ડેમના દરવાજા કરાયા બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે તેમ છત્તા નદીની સપાટીમાં ઘટાડો થયો નથી.

હાલ વિશ્વામિત્રી નદી 35.25 ફૂટની સપાટીએ વહી રહી છે. હરણી, સમા, કારેલીબાગ, અકોટા અને વાસણા રોડ પર નદીના પાણી પહોંચ્યા છે. આ સિવાય કલાલી અને વડસર સહિતના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે.
ભારે વરસાદને જોતા સરકાર દ્વારા આર્મી, ફાયર વિભાગ અને NDRFની ટીમોને મેદાનમાં ઉતારી દેવાઈ છે. આર્મીની ટુકડી વડોદરામાં ફાળવાઈ છે અને સમાં વિસ્તારમાં આર્મીના જવાનો રાહત બચાવની કામગીરી શરૂ કરશે.
જણાવી દઈએ કે, વડોદરામાં ભારે વરસાદને કારણે માંજલપુર,વડસર અને કલાલી વિસ્તારમાં પાણી ભરાતા કલાલીની હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ છે અને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
