For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા ગેંગરેપ: મારી દીકરીનું મૃત્યુ ઓએસિસના કારણે જ થયું છે: પીડિતાની માતાનો આક્રોશ

વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનાર ઓએસીસ સંસ્થા સાથે સંકળાયેલી યુવતીની માતાએ સંસ્થા પર આરોપ લગાવ્યો છે. માતાએ કહ્યું કે મારી દીકરીનું મોત ઓએસિસ સંસ્થાના કારણે થયું છે. પરંતુ, પોલીસ દિલ્હીમાં બેઠેલા એક ઓફિસરના દબાણના

|
Google Oneindia Gujarati News

વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનાર ઓએસીસ સંસ્થા સાથે સંકળાયેલી યુવતીની માતાએ સંસ્થા પર આરોપ લગાવ્યો છે. માતાએ કહ્યું કે મારી દીકરીનું મોત ઓએસિસ સંસ્થાના કારણે થયું છે. પરંતુ, પોલીસ દિલ્હીમાં બેઠેલા એક ઓફિસરના દબાણના કારણે ઓએસિસ સંસ્થા સામે કોઇ કાર્યવાહી કરવા માગતા નથી. મારી માગણી છે કે, ઓએસિસ સંસ્થા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરીનું મોત ઓએસિસ સંસ્થાના કારણે જ થયું છે. તેવી અમને પૂરી શંકા છે. આજ દિવસ સુધી સંસ્થા દ્વારા અમારો કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી'.

Vadodara

પીડિતાના માતા-પિતા SITના અધિકારીને મળ્યા

વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર દુષ્કર્મ બાદ આપઘાત પ્રકરણની તપાસ કરી રહેલી રેલવે, વડોદરા, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તેમજ આ બનાવ માટે તાજેતરમાં બનાવવામાં આવેલી એસ.આઇ.ટી. આરોપીઓને શોધવામાં ધરાર નિષ્ફળ પુરવાર થઇ છે, ત્યારે આજે ફરી એકવાર આરોપીઓની ધરપકડ કરવામાં નિષ્ફળ ગયેલી SITના અધિકારી રેલવે પોલીસ વડા પરિક્ષીતા રાઠોડને મળવા માટે પીડિતાના માતા-પિતા સહિત પરિવાર વડોદરા આવ્યો હતું. પિડીત પરિવાર સાથે મહિલા આયોગના ચેરપર્સન શોભના રાવલ પણ સાથે રહ્યા હતા.

SITના સભ્ય અને રેલવે એસ.પી.ને મળ્યા બાદ પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીના આરોપીઓને પોલીસ શોધી શકી નથી, તેનું મને દુઃખ છે. પરંતુ, પોલીસ હજુ પણ આરોપીઓને શોધવા માટે પ્રયાસ કરી રહી છે. મારી દીકરી ઓએસિસ સંસ્થાના કારણે જ મોતને ભેટી છે તેવો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દીકરીના આરોપીઓને શોધવા માટે તપાસ કરી રહેલી પોલીસ દિલ્હીના એક ઓફિસરના દબાણને કારણે ઓએસિસ સંસ્થા સામે તપાસ કરી રહી નથી. અમને પૂરી શંકા છે કે, મારી દીકરીના મોત માટે ઓએસિસ સંસ્થા જ જવાબદાર છે. પોલીસ પાસે ઓએસિસ સંસ્થા અંગેની પૂરતી માહિતી હોવા છતાં પોલીસે ઓએસિસ સંસ્થા સામે કોઇ કાર્યવાહી કરતી નથી.

પીડિતાની જણાવ્યું હતું કે ઘટના બની ત્યારથી ઓએસિસ સંસ્થા દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી. મહિલા આયોગના ચેરપર્સન શોભનાબહેન રાવલ દ્વારા અમોને સરકાર દ્વારા સહાય મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જેથી અમે શોભનાબહેન રાવલનો આભાર માનીએ છે. અમારી માગણી છે કે, ઓએસિસ સંસ્થાના ટ્રસ્ટીઓની કડક પૂછપરછ કરવામાં આવે તો મારી દીકરીના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. જેથી મારી માગણી છે કે, પોલીસ તંત્ર દ્વારા ઓએસિસ સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

શું છે મામલો?

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

English summary
Vadodara gangrape: My daughter died due to oasis: Victim's mother's outrage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X