Vadodara : હરણી તળાવ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો, સરકારે સહાયની જાહેરાત કરી
વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. 16 માસુમ બાળકોના મોત બાદ હજુ પણ કેટલાક બાળકો લાપત્તા હોવાનું કહેવાઈ રહ્યુ છે.
પુરી દુર્ઘટનાને લઈને ઘણા ખુલાસા થયા છે. અહેવાલો અનુસાર, બોટમાં 27 બાળકો સવાર હતા અને અહીં ગંભીર બેદરકારી દર્શાવતા તમામ બાળકોને લાઈફ જેકેટ વિના જ બોટમાં બેસાડાયા હતા.

ઘટનાને લઈને મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય. રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપશે અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપશે.
વડોદરાના હરણી તળાવમાં ખાનગી શાળાના બાળકો સાથેની એક બોટ પલટી હતી. આ અકસ્માતમાં 14 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. બોટમાં સવાર બાકીના 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવાયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતનો ભોગ બનેલા તમામ બાળકો વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના હતા. આ બાળકો અને શિક્ષકો કોઈએ પણ લાઈફ જેકેટ નહોતા પહેર્યા. આ જ કારણે બોટ પલટતા મૃત્યુ આંક આટલો ઉંચો ગયો.
1 student is being reported dead while search is ON for others.
— My Vadodara (@MyVadodara) January 18, 2024
Prayers 🙏#Vadodara #harni pic.twitter.com/uqQYczlk9I https://t.co/2TXvozrwO4
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. આ ઘટના માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. 10 લોકોને બચાવી લેવાયા છે. સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે અને જરૂરી સૂચનાઓ જારી કરી છે.












Click it and Unblock the Notifications
