વડોદરા લવ જેહાદ: યુવાને જેલમાંથી છુટ્યા બાદ યુવતિના પિતાને માર્યો માર

લવ જેહાદ અંગે ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગેનો કાયદો બનાવ્યા બાદ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી. જોકે, યુવતીના સોગંદનામાના આધારે તમામ આરોપીઓનો જેલમાંથી છૂટકારો થયો હતો. દરમિયાનમાં વિધર્મી યુવકે યુવતીન

લવ જેહાદ અંગે ગુજરાત સરકારે ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગેનો કાયદો બનાવ્યા બાદ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઇ હતી. જોકે, યુવતીના સોગંદનામાના આધારે તમામ આરોપીઓનો જેલમાંથી છૂટકારો થયો હતો. દરમિયાનમાં વિધર્મી યુવકે યુવતીના પિતાને મારમારી જાતિ વિરુદ્ધ શબ્દોનું ઉચ્ચારણ કરતા વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવતીના પિતાએ દીકરી ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી વિરુદ્ધ મારામારી અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

LOve Jihad

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા 53 વર્ષીય વિજયભાઈ રોહિતે ફરિયાદ નોંધાવી હતી કે, મારી પુત્રીને સમીર અબ્દુલ કુરેશીએ મુસ્લિમ હોવા છતાં ખ્રિસ્તી હોવાનું જણાવી સેમ માર્ટિન તરીકે ઓળખ આપી મિત્રતા કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ધર્માંતરણ કરાવી લગ્ન કર્યા હતા. જે અંગેની જાણ મને થતાં વીતેલા વર્ષે જૂન મહિના દરમિયાન ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સબીરના સગા મારી દીકરીને પટાવી ફોસલાવી હાલોલ લઈ ગયા હતા અને ફરિયાદ સંદર્ભે સગાઓએ દીકરી પાસે ખોટા સોગંદનામા કરાવી સમીર તથા તેના પરિવારને જેલમાંથી મુક્ત કરાવ્યો હતો.

જેલમાંથી છૂટ્યા બાદ સમીરે ફરિયાદ કરવા બદલ મારી દીકરીને માર માર્યો હતો. ચાલુ વર્ષે 21 જાન્યુઆરીના રોજ મારી દીકરી સમીરના ત્રાસથી પિયર પરત આવેલી હોય તેને લેવા માટે આવ્યો હતો. તે સમયે મારી દીકરીને પટ્ટાથી કેમ મારે છે હું તેને પરત મોકલવાનો નથી તેમ જણાવતાં સમીર ઉશ્કેરાઈ ગયો હતો અને મને મારી જાતિ વિરુદ્ધ ઉચ્ચારણ કર્યું હતું. પડોશીઓ મદદે દોડી આવતા મારો હેમખેમ છૂટકારો થયો હતો. સમીર મારી દીકરીને બાઈક ઉપર બેસાડી જતો રહ્યો હતો. દીકરીએ ફોન કરી જણાવ્યું હતું કે, સમીર વિરુદ્ધ ફરિયાદ કરશો તો હું મરી જઈશ. જેથી ફરિયાદ કરવામાં વિલંબ થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X