For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા: ડભોઇમાં ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન, પાલીકાના આંખ આડા કાન

વડોદરા જિલ્લાના ડભોઇમાં લોકો ડ્રેનેજની સમસ્યાથી ઝઝુમી રહ્યાં છે. ડભોઇમાં ઠેર-ઠેર ઉભરાતી ડ્રેનેજથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. ડ્રેનેજના દુર્ગંધ મારતા પાણીની અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલ

|
Google Oneindia Gujarati News

વડોદરા જિલ્લાના ડભોઇમાં લોકો ડ્રેનેજની સમસ્યાથી ઝઝુમી રહ્યાં છે. ડભોઇમાં ઠેર-ઠેર ઉભરાતી ડ્રેનેજથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. ડ્રેનેજના દુર્ગંધ મારતા પાણીની અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

Dabhoi

આગામી સમયમાં નવરાત્રીનો પ્રરંભ થવા જઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી શેરી ગરબાની પરમિશન આપવામાં આવી છે. તેવામાં ગરબા રસીકોને શેરીએ શેરીએ ડ્રેનેજના પણીમાં ગરબા રમવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. એટલુ જ નહી પરંતુ ડભોઇ નગરની ધરોહર અને ઐતિહાસિક ગઢ ભવાની માતાના મંદીરની બહાર પણ ડ્રેનેજની સમસ્યા છે. ભક્તો ડ્રેનેજના પાણીમાં પસાર થઇ મંદીરમાં દર્શન કરવા જવા મજબુર બન્યા છે.

ડભોઇ પાલિકા તંત્ર આ ડ્રેનેજની સમસ્યાનો ક્યારે હલ લાવશે તેવા સવાલો ઉભા થઇ રહ્યાં છે. અનેકવાર રજુઆત કરવા છતા પાલિકા તંત્રએ આંખ આડા કાન કર્યા છે. બીજી તરફ મુસ્લિમ બિરાદરો પણ ડ્રેનેજના પાણીથી પરેશાની ભોગવી રહ્યાં છે. દરરોજ ડ્રેનેજનું પાણી ઉભરાતા ડ્રેનેજની નદીઓ વહેતી હોય તેવું વ્યતિત થઇ રહ્યું છે.

English summary
Vadodara: People are worried about drainage problem in Dabhoi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X