વડોદરા: રોડ પર ગમે ત્યા પાર્કિંગ કરતા લોકો થઇ જાઓ સાવધાન, પકડાયા તો ખિસ્સા થઇ જશે ખાલી
વડોદરા મહાનગરપાલિકાએ કોમર્શિયલ વાહન માલિકો સામે લાલ આંખ કરી છે. કોર્પોરેશને આજથી પાલિકાના પ્લોટમાં કે રોડ પર પાર્કિંગ થતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ કાર્યવાહી પાલિકાની પરાનગી વિના વાહન પાર્ક ક
વડોદરા મહાનગરપાલિકાએ કોમર્શિયલ વાહન માલિકો સામે લાલ આંખ કરી છે. કોર્પોરેશને આજથી પાલિકાના પ્લોટમાં કે રોડ પર પાર્કિંગ થતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ કાર્યવાહી પાલિકાની પરાનગી વિના વાહન પાર્ક કરતા ધંધાર્થી વિરૂદ્ધ કરવામાં આવશે. જેમાં ટ્રાવેલ્સ સંચાલકો, ગેરેજ માલિકો અને JCB તથા ક્રેઈનનો ધંધો કરનારા લોકો શામેલ છે.

આ કાર્યવાહી કરવા માટે કોર્પોરેશનના 12 વોર્ડમાં 12 ટીમને તૈનાત કરવામાં આવી છે. પાલિકાની પરવાનગી વિના પાર્ક કરતા વાહન ચાલકોને રૂપિયા 200થી લઇને 5000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. રોડ પર ગમે ત્યા પાર્કિંગ અને તેના લીધે થતી મુશ્કેલીઓના લીધે તંત્ર હવે કડક થયુ છે.












Click it and Unblock the Notifications
