Vadodara Rain Update: વડોદરા શહેરમાં નોંધાયો 3.54 ઇંચ વરસાદ, જાણો આંકડા

Vadodara Rain Update: રાજ્યમાં ચોમાસા દરમિયાન મેઘરાજા મહેરબાન થઇને વરસી રહ્યા છે. ગુરુવારના રોજ વડોદરા શહેરમાં 90 mm (3.54 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

ગુરુવારની સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના પરિણામે રાવપુરા અને અન્ય વિસ્તારોમાં ઘૂંટણ ઊંડે પાણી ભરાઈ ગયું હતું, અને એલ એન્ડ ટી સર્કલ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ થયો હતો.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર નવો સિંકહોલ બન્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી વરસાદના આંકડામાં ગુરુવારના રોજ વડોદરા શહેર ટોચ પર હતું.

Vadodara Rain Update

ગુજરાતમાં કુલ સાત તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં બોરસદ, જાંબુઘોડા, જેતપુર પાવી અને સુરત શહેરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં વડોદરા શહેર ટોપ પર હતું.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં બે કલાકના સમયગાળામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઓછા સમયમાં નોંધાયેલા વરસાદના કારણે લોકોને બફારામાંથી રાહત મળી છે. જોકે, ભારે વરસાદના કારણે જન જીવન પ્રભાવિત થયું હતું.

વડોદરા શહેરમાં 3 ઈંચ વરસાદ પડવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા શહેરની મુખ્ય બજારો જેવા કે નવા બજાર, એમ જી રોડ, ચોખંડી અને મંગળ બજાર રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X