ગુજરાતઃ ચૂંટણી પ્રચાર કરવા આવેલા ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પર યુવકે ફેંક્યુ ચંપલ
પેટા ચૂંટણી માટે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રચાર-પ્રસાર કરતી વખતે યુવકે તેમના પર ચંપલ ફેંકયુ.
વડોદરાઃ ગુજરાતમાં 8 વિધાનસભા સીટો પર યોજાનાર પેટા ચૂંટણી માટે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રચાર-પ્રસાર કરવા નીકળ્યા હતા. વડોદરા જિલ્લાના કુરાલી ગામમાં જનસભા બાદ પટેલે જેવુ પત્રકારો સમક્ષ બોલવાનુ શરૂ કર્યુ, ભીડમાંથી એક યુવકે તેમના પર ચંપલ ફેંકીને માર્યુ. તે ચંપલ ઉપ મુખ્યમંત્રીને વાગ્યુ નહિ પરંતુ માઈક સાથે ટકરાયુ. વળી, ચંપલ માર્યા બાદ તે યુવક ત્યાંથી ભાગી ગયો. આ દરમિયાન ઉપ મુખ્યમંત્રી સતત પત્રકારો સાથે વાતચીત કરતા રહ્યા.

વડોદરા જિલ્લાના કુરાલી ગામની ઘટના
તમને જણાવી દઈએ કે ચંપલ ફેકવાની ઘટના પોલિસની હાજરીમાં થઈ તેમછતાં ચંપલ ફેંકનાર યુવક સરળતાથી ત્યાંથી ભાગી ગયો. હવે પોલિસ તેને સીસીટીવી ફૂટેજના આધારે શોધી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઉપમુખ્યમંત્રીને ચંપલ મારવાની બાબતે હવે તૂલ પકડી લીધુ છે. આ ઘટનાની થોડી વાર બાદ ભાજપ નેતાઓએ કોંગ્રેસ પર જોરદાર હુમલા શરૂ કરી દીધા છે. એક ભાજપ નેતાએ કહ્યુ કે આ બધુ કોંગ્રેસના ઈશારે થયુ છે. વળી, કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે તેમને આ હુમલા સાથે કોઈ લેવા-દેવા નથી.

કાકડિયાની સભામાં ફેંકવામાં આવ્યા હતા ઈંડા
ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે ચંપલની ઘટના પર હાલમાં કંઈ કહ્યુ નથી. જો કે આ પહેલા તેમણે વડોદરા જિલ્લાના કુરાલી ગામમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પટેલ પહેલા સુરતના યોગી ચોક વિસ્તારમાં ધારીના પેટા ચૂંટણી માટે મત માંગવા આવેલા કાકડિયાની સભામાં પણ ઈંડા ફેંકવામાં આવ્યા હતા. એ ઘટના બાદ પોલિસે કેસ નોંધીને બે લોકોની ધરપકડ કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટરના પતિને પણ પોલિસે પકડ્યો હતો.

મંત્રી જાડેજા પર પણ ફેંકવામાં આવી હતી ચંપલ
આ પહેલા માર્ચ 2017માં ગાંધીનગર વિધાનસભાની બહાર પત્રકારોને સંબોધિત કરી રહેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર પણ ચંપલ ફેંકવામાં આવ્યુ હતુ. નેતાઓ પર આ રીતની અન્ય ઘટનાઓ પણ પહેલા ઘણી વાર થઈ ચૂકી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
