Vadodara student suicide : વડોદરાના વેમાલીના માતાએ ઠપકો આપતા 13 વર્ષના બાળકનો આપઘાત
Vadodara student suicide : વડોદરાના વેમાલી વિસ્તારના શ્રવણ એન્કલેવમાં રહેતા અને બ્રાઇટ ડે સ્કૂલમાં CBSE ધોરણ-7માં અભ્યાસ કરતાં 13 વર્ષના વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.
માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થી નિમિષના પિતા અરુણભાઇ ગુંડેકર મંજુસર GIDC સ્થિત NBC કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે.

માતાએ ઠપકો આપતા જીવન ટુંકાવ્યુ
નિમિષની માતાએ પરીક્ષા દરમિયાન અંગ્રેજી વિષય માટે અભ્યાસ કરવા માટે ઠપકો આપ્યો હતો. માતાની ટોક સહન ન થતા નિમિષે પોતાના બેડરૂમમાં બારી સાથે બેલ્ટ બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું.
આ ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓએ મૃતકની પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને અંતિમવિધિ માટે સોંપી દીધો છે.
સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો
આ ઘટના વાલીઓ માટે ચિંતાજનક સંકેત છે. બાળકના અભ્યાસ અથવા અન્ય કોઈપણ મુદ્દે વારંવાર દબાણ કે ઠપકો આપવાથી માનસિક તણાવ વધી શકે છે. વાલીઓએ બાળકો સાથે સંવાદ સાધવો અને મનોવિજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવો ખૂબ જ જરૂરી છે.
મંજુસર પોલીસે આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ દુખદ ઘટના સમાજ માટે શીખ અપાવે છે કે બાળકના માનસિક સ્વાસ્થ્યને મહત્વ આપવું અનિવાર્ય છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. ખાસ કરીને બોર્ડની પરિક્ષાઓના સમયે આવી ઘટનાઓમાં વધારો જોવા મળે છે.












Click it and Unblock the Notifications
