Vadodara: ગર્લફ્રેન્ડને બાઈક પર આગળ બેસાડી યુવકે કર્યા સ્ટંટ, જુઓ વીડિયો વાયરલ
Vadodara viral video: હાલ સમગ્ર ગુજરાતમાં અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે. આજના યુવકો કે જે રોડ રસ્તાને પોતાના પિતાશ્રીની જાગીર સમજી બેઠા છે, તેવા યુવકોને પોલીસ મેથીપાક ચખાડશે, ત્યારે જ તેમને ભાન આવશે તેવું જણાઇ રહ્યું છે.
આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડને બાઇક આગળ બેસાડી અશ્લિલ હરકતો સાથે સ્ટંટ કર્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

સોમવારના રોજ વીઆઈપી રોડથી એક નવયુવાન પોતાની ગર્લફ્રેન્ડને બાઈક પર આગળ ઊંધી બેસાડી રોમાન્સ કરતા જોવા મળ્યો હતો.
આ યુવક કોણ છે? તે હજુ સ્પષ્ટ થયું નથી અને આ યુવકનો વીડિયો વાયરલ થયો છે, ત્યારે ચોક્કસથી આ યુવક પોલીસ સામે પડકાર ફેંકી રહ્યો છે, તેવું સ્પષ્ટ પડે નજરે પડે છે.
બીજી બાજુ સરકાર પણ અકસ્માતો ન થાય તે માટે અલગ અલગ રીતે પ્રયત્નો કરી રહી છે, પરંતુ આવા છેલબટાઉ યુવાનોને જ્યાં સુધી પોલીસ લપડાક નહીં લગાવે, ત્યાં સુધી આવા યુવકો સુધરશે નહીં, તે વાત તો નક્કી જ છે.
સંસ્કારી નગરીની લાજ દુભાવે તેવો આ રોમેન્સ કરતો વાયરલ થયો છે. આ વીડિયોની પુષ્ટી OneIndia ગુજરાત કરતું નથી. તેમજ આવા સ્ટંટ ન કરી પોતાની અને અન્યોની સલામતિ જળવાઇ રહે તે રીતે વાહન ચલાવવાની સલાહ આપે છે.
વડોદરા: ગર્લફ્રેન્ડને બાઈક પર આગળ બેસાડી યુવકે કર્યા સ્ટંટ, જુઓ વીડિયો વાયરલ#Vadodara #viralvideo pic.twitter.com/Z41l3C25cw
— oneindiagujarat (@oneindiagujarat) November 21, 2023












Click it and Unblock the Notifications
