Vadodara: વડોદરામાં નર્સરીની દિવાલ ધરાશાયી થતા ત્રણ કાર દટાઈ
Vadodara: વડોદરા શહેરમાં આવેલા નિઝામપુરા વિસ્તારમાં નર્સરીની દિવાલ ધરાશાયી થઇ હતી. જે કારણે ત્રણ કાર દટાઈ ગઈ હતી. જેમાંથી બે સ્કૂલ વાન હોવાથી બંને પરિવારો પર મુશ્કેલી સર્જાઈ છે.
નવાયાર્ડ છાણી રોડ વિસ્તારમાં જૂની રામવાડી ખાતે આવેલી રોઝીઝ નર્સરીની આશરે 300 ફૂટ બાય સાત ફૂટ ઉંચી દિવાલ જર્જરિત થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેના કારણે નર્સરીના સંચાલકને પણ નોટિસ આપવામાં આવી હતી.

દરમિયાન ગતરાત્રે પડેલા તોફાની વરસાદને કારણે નર્સરીની દિવાલ પાસે એક ઝાડ પડી ગયું હતું અને ધડાકા સાથે દિવાલનો 50 ફૂટથી વધુ ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે લોકો દોડી આવ્યા હતા, અને સ્થાનિક કાઉન્સિલરને પણ બોલાવવામાં આવ્યા હતા.
દિવાલ નીચે બે સ્કૂલ વાન અને એક કાર દટાઈ ગઈ હતી. દિવાળી વેકેશન બાદ આવતીકાલથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે. આ પહેલા બે સ્કૂલ વાનને નુકસાન થતા મધ્યમ વર્ગના પરિવાર પર આફત આવે છે. બાળકો પણ અહીં દિવસ દરમિયાન રમે છે, અને વરિષ્ઠ નાગરિકો પણ અહીં બેસે છે. સદનસીબે દિવસ દરમિયાન કોઈ અકસ્માત અને કોઈ જાનહાની થઈ ન હતી.












Click it and Unblock the Notifications
