Vadodara: વડોદરા એરપોર્ટને મળશે સેલ્ફ લગેજ ડ્રોપ સિસ્ટમ
Vadodara: વડોદરા એરપોર્ટ પર સેલ્ફ લગેજ ડ્રોપ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સાથે મુસાફરોને એરલાઇન્સના કાઉન્ટર પર હેન્ડ લગેજ સાથે કતારમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં.
સેલ્ફ લગેજ ડ્રોપ સિસ્ટમના ચાર કાઉન્ટર પર PNR નંબર દાખલ કરીને મુસાફરો લગેજ ટેગ મેળવી શકે છે.
કન્વેયર બેલ્ટ સિસ્ટમ સાથે સેલ્ફ-લગેજ ડ્રોપ સિસ્ટમના ચાર કાઉન્ટરો ઉપરાંત એરલાઇન્સના 13 કાઉન્ટર હાલમાં છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ પશ્ચિમ ક્ષેત્રમાં, વડોદરા એરપોર્ટ પર પ્રથમ વખત સેલ્ફ-લગેજ ડ્રોપ સિસ્ટમ દાખલ કરી છે.
AAI આ સિસ્ટમને પડોશી મધ્ય પ્રદેશના ઈન્દોર એરપોર્ટ પર આગળ રજૂ કરશે.












Click it and Unblock the Notifications
