વંદે ગુજરાત વિકાસ યાત્રાઃ વડોદરા જિલ્લાના ૩૦ ગામ અને ૨ નગરપાલિકામાં પરિભ્રમણ

વંદે ગુજરાત વિકાસ યાત્રાઃ વડોદરા જિલ્લાના ૩૦ ગામ અને ૨ નગરપાલિકામાં પરિભ્રમણ

રાજ્યભરમાં પરિભ્રમણ કરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા વડોદરા જિલ્લાના ૩૦ ગામ અને ૨ નગરપાલિકામાં પરિભ્રમણ કરી ચૂકી છે. આ ૩૦ ગામ અને ૨ નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને જાહેરાત કરવામાં આવી, સાથે જ અનેક લોકોને સરકારી યોજનાઓના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી અત્યાર સુધી જ્યાં વિકાસની જ્યોત વધુ પ્રચંડ બની છે, તેમાં વડોદરા, ડેસર અને સાવલી તાલુકાનો સમાવેશ થાય છે. આ ત્રણ તાલુકાઓના કુલ ૩૦ ગામ ઉપરાંત પાદરા અને સાવલી નગરપાલિકામાં પણ રથ પરિભ્રમણ કરી ચૂક્યો છે.

vande gujarat

એક તરફ મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા થઇ રહ્યા છે, તો બીજી તરફ વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી ઘર-ઘર સુધી વિકાસકાર્યો અને સરકારી યોજનાઓના લાભોનું પૂર ફરી વળ્યું છે. ૧૦ જુલાઇના રોજ વડોદરા તાલુકાના ગોકુળપુરા અને ખટંબા ગામના ૨૯ લોકોને વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત કરીને રથ પાદરા તાલુકા તરફ આગળ વધી ચૂક્યો છે. ૧૫ જુલાઇ સુધી પાદરા, વાઘોડીયા અને ડભોઇ તાલુકાના ગામોમાં આ રથ પરિભ્રમણ કરશે.

૧૯ જુલાઈ સુધી ચાલનારી આ વિકાસ યાત્રામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે. આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાના સફળ સંચાલન માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી છે. યાત્રા દરમ્યાન ગામડાઓમાં સફાઈ અભિયાન સહિત પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X