યુનાઇટેડ નેશન્સમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની 10 ખાસ વાતો
યુનાઇટેડ નેશન્સ, ન્યુ યોર્ક, 27 સપ્ટેમ્બર : આજે 27 સપ્ટેમ્બર, શનિવારે બધાની નજર જ્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીના ભાષણ પર સ્થિર હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલી બધી બાબતો ભૂલીને ભવિષ્યના સંબંધોને વધારે મજબૂત બનાવવાની વાત રજૂ કરી હતી.
યુનાઇટેડ નેશન્સના મંચ પર નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીનું સત્તાવાર રીતે ખંડન કર્યું હતું. નવાઝ શરીફે ગયા મહિને યોજાનારી ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવ સ્તરની બેઠક રદ કરવા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં આપેલા ભાષણની અન્ય મહત્વની 10 બાબતો જાણવા આગળ ક્લિક કરો...

1
ભારતે પાડોશી દેશો સાથે મિત્રતાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન સાથે મિત્રતા કરવા માટે દ્વિપક્ષીય વાટાઘાટો કરવા માંગીએ છીએ. પરંતુ આ સાથે પાકિસ્તાનની પણ જવાબદારી છે કે બેતરફી વાતચીત માટે માહોલ ઉભો કરે. સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચ પર કાશ્મીર મુદ્દા જેવી સમસ્યા ઉઠાવવાથી તેનો ઉકેલ કેવી રીતે આવશે, તે અંગેની શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

2
વિશ્વ તણાવ અને સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છે. એશિયા પ્રશાંત વિસ્તારમાં દરિયાઇ સુરક્ષા ચિંતાનો વિષય છે.

3
આતંકવાદ મોટી સમસ્યા છે. તમામ દેશો આતંકવાદની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં આતંકવાદ વધી રહ્યો છે. ભારત તો છેલ્લા 4 દાયકાથી આતંકવાદ સામે લડી રહ્યો છે.

4
આજે પણ અનેક દેશો પોતાના વિસ્તારમાં આતંકવાદને આશરો આપી રહ્યા છે. જ્યારે સારા અને ખરાબ આતંકવાદની વાત થાય છે તો તેની સામે લડવાના આપણા ઇરાદાઓ સામે પણ સવાલ ઉભા થાય છે.

5
દરિયાઇ આતંકવાદ મોટું જોખમ છે. સાઇબર આતંકવાદ પણ ગંભીર સમસ્યા છે. આતંકવાદ સામે કડક દરખાસ્ત પસાર થવી જોઇએ.

6
G-1થી પણ આગળ વધીને G-All તરફ આગળ વધવું જોઇએ. આ માટે વ્યક્તિગત નફા - નુકસાનની ગણતરીથી આગળ જોવાની જરૂર છે. આ માટે વ્યાવસાયિક આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે.

7
સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી મારા એજન્ડામાં સૌથી ઉપર છે. આ ઉપરાંત રહેવા લાયક અને ટકાઉ વિશ્વની કામનાની સાથે કામ થવું જોઇએ.

8
વિકસીત દેશોએ ફંડિંગ અને ટેકનોલોજીના સ્થાનાંતરણની પ્રતિબદ્ધતાને પૂરી કરવી જોઇએ.

9
ભારત પોતાની ટેકનોલોજીને અન્યો સાથે વહેંચવા માટે તૈયાર છે. આ માટે અમે તાજેતરમાં દક્ષિણ એશિયાના દેશો માટે નિ:શુલ્ક ઉપગ્રહની ઘોષણા કરી છે.

10
ભારતમાં પ્રકૃતિ પ્રત્યે આદર એ આધ્યાત્મનું એક અંગ છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ પુરાતન અને અમૂલ્ય ભેટ છે. યોગ સ્વયંથી અને દુનિયા સાથે જોડાવા માટેનું એક સાધન છે. સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા કરે.












Click it and Unblock the Notifications
