For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વિમિંગ દરમિયાન 10 વર્ષની બાળકીના નાકમાંથી મગજમાં ઘૂસ્યો કીડો અને પછી...

અમેરિકાના ટેકસાસમાં એક 10 વર્ષની બાળકીનુ મોત થઈ ગયુ છે અને મોતનુ કારણ જાણીને તમે ડરી જશો.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના ટેકસાસમાં એક 10 વર્ષની બાળકીનુ મોત થઈ ગયુ છે. સોમવારે સવારે હોસ્પિટલમાં આ બાળકીએ દમ તોડી દીધો છે અને મોતનુ કારણ જાણીને તમે ડરી જશો. આ બાળકી એક અઠવાડિયા પહેલા સ્વિમિંગ માટે ગઈ હતી. નદીમાં સ્વિમિંગ કરતી વખતે તેના મગજમાં એક એવુ અમીબા દાખલ થઈ ગયુ જેણે નાની બાળકીનો જીવ લઈ લીધો. અમેરિકામાં આ ઘટનાએ સનસની મચાવી દીધી છે. લિલીના મોત બાદ ડૉક્ટરોએ લોકોને નિર્દેશ આપ્યા છે કે સ્વિમિંગ કરતી વખતે કઈ વાતોનુ ધ્યાન રાખવાનુ છે.

75 ટકા મગજ ખઈ ગયુ અમીબા

75 ટકા મગજ ખઈ ગયુ અમીબા

બાળકીનુ નામ લિલી મે અવાંટ છે. તરતી વખતે મગજમાં ઘૂસીને અમીબાએ લિલીનું 75 ટકા મગજ ખઈ લીધુ હતુ. લિલી લેબર ડે વીકેન્ડ પર પોતાના પરિવાર સાથે બ્રાજોસ નદીમાં સ્વિમિંગ કરવા માટે ગઈ હતી. ટેકસાસસના વ્હીટનીમાં જ્યાં લિલીનો પરિવાર રહે છે તેનાથી દૂર આ નદી વહે છે. વ્હીટની એક નાનુ શહેર છે. લિલી જ્યારે સ્વિમિંગ કરીને પાછી આવી તો તેને તાવ હતો. શરૂઆતમાં બધાને લાગ્યુ કે સામાન્ય વાયરલ ઈન્ફેક્શન હશે. લિલીને માથાના દુઃખાવા સાથે તાવ હતો. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા લિલીનો તાવ ઓછો થવાની જગ્યાએ વધતો ગયો અને તેનુ વર્તન પણ વિચિત્ર થતુ ગયુ હતુ.

બહુ ખતરનાક છે આ અમીબા

બહુ ખતરનાક છે આ અમીબા

લિલીનુ શરીર એક દિવસ સંપૂર્ણપણે ઢીલુ પડી ગયુ અને તે બિલકુલ પ્રતિક્રિયા નહોતી આપતી. આ હાલતમાં આ બાળકીને ગયા મંગળવારે કુક ચિલ્ડ્રન મેડીકલ સેન્ટરમાં ભરતી કરવામાં આવી હતી કે જે ફોર્ટ વોર્થમાં છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે લિલીના મગજાં જે અમીબા દાખલ થયો હતો તેનુ નામ નાયગ્લેરિયા ફોવલરી છે અને તે બહુ દૂર્લભ પ્રજાતિ છે પરંતુ બહુ ખતરનાક છે. આ અમીબા તાજુ ગરમ પાણી જેમ કે ઝીલ અને નદીઓમાં જોવા મળે છે. અમીબા નાકમાં થઈને મગજમાં દાખલ થઈ જાય છે.

આ પણ વાંચોઃ હવે તેજસ્વીએ જણાવ્યુ કારણ, આંખોમાં આંસુ સાથે રાબડી દેવીના ઘરમાંથી કેમ નીકળી ઐશ્વર્યાઆ પણ વાંચોઃ હવે તેજસ્વીએ જણાવ્યુ કારણ, આંખોમાં આંસુ સાથે રાબડી દેવીના ઘરમાંથી કેમ નીકળી ઐશ્વર્યા

માત્ર ચાર લોકોના બચી શક્યા છે જીવ

માત્ર ચાર લોકોના બચી શક્યા છે જીવ

અમેરિકામાં આ અમીબાના કારણે થતા મોતનો આંકડો 97 ટકાથી પણ વધુ છે. અમેરિકામાં જે 145 લોકોના મોત આ અમીબાના કારણે ઈન્ફેક્શનથી થયુ તેમાંથી માત્ર ચાર લોકોના જીવ બચાવી શકાયા. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ આ અમીબાની ઓળખ પહેલી વાર સન 1960માં થઈ હતી. લિલીને અમીબા ફાઈટિંગ પિલ્સ આપવામાં આવી હતી. લિલી કોમામાં હતી. તેના પરિવારે આશા હતી કે તે કદાચ અમેરિકાની પાંચમી વ્યક્તિ હોઈ શકે છે જેનો જીવ બચી શકે. લિલીના સાવકા પિતા જહૉન ક્રોસને કહ્યુ કે તેમની દીકરી એક ફાઈટર હતી.

પ્રાર્થના માટે પરિવારે કહ્યુ થેંક્યુ

પ્રાર્થના માટે પરિવારે કહ્યુ થેંક્યુ

લિલીની આન્ટી લોની યાડોને પોતાના નિવેદનમાં કહ્યુ કે હવે તેમની બાળકી જીસસ પાસે છે. તેમણે લિલીનુ જીવન બચી જાય એટલા માટે થયેલી દરેક પ્રાર્થનાને થેંક્યુ કહ્યુ છે. લિલીના સમાચાર ગયા અઠવાડિયાથી અમેરિકાના સમાચારોમાં છવાયેલા હતા. ટીવી અને ફેસબુક પર પણ લોકો તેના વિશે વાત કરી રહ્યા હતા. લોનીના જણાવ્યા મુજબ તેમની બાળકીને દરેકને એક કરી દીધા.

English summary
10-year-old Texas girl dies after contracting brain-eating amoeba.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X