સીરિયાઃ આત્મઘાતી બોમ્બ હુમલામાં 100નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

સીરિયા માં વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે થયેલ કરાર બાદ પશ્ચિમી અલેપ્પો ના ઉત્તરી શહેરમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા હતા. તેમને જે બસમાં લઇ જવામાં આવી રહ્યાં હતા, એ જ બસોને નિશાન બનાવી આત્મઘાતી બોમ્બ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં 100 લોકો મૃત્યુ પામ્યા હતા. વેન દ્વારા આ આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા.

syria blast

સીરિયન અપોઝિશન રેસ્ક્યૂ સર્વિસ અનુસાર, સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે કરાર થયો હતો અને પશ્ચિમી અલેપ્પોના ઉત્તરી શહેર ફુઆ અને કફરાયામાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યાં હતા. આ દરમિયાન આત્મઘાતી હુમલા થયા હતા. ઘટનાસ્થળે શબનો ઢગલો જોવા મળ્યો હતો.

syria blast

મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે

વેન ચલાવી રહેલા આત્મઘાતી હુમલાખોરે બસો પાસે આવી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

અહીં વાંચો - અમેરિકા અફગાન બોમ્બ હુમલામાં 500 પાક. નાગરિકની મોત

ઉલ્લેખનીય છે કે, લગભગ એક અઠવાડિયા પહેલાં સીરિયામાં થયેલ કેમિકલ હુમલા માં પણ 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

English summary
100 people died in the blast near buses outside Aleppo city in Syria.
Please Wait while comments are loading...