તાઇવાનમાં ગેસ લીક થતા વિસ્ફોટ, 15ના મોત, 233 ઘાયલ

દ્વીપના ફાયરબ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે સવારે નવ વાગ્યાની આસપાસ શિયાનઝેનમાં ગેસ લીક થવાના સમાચાર મળ્યા, ત્યારબાદ ઘણા વિસ્ફોટ થયા, જેનાથી ત્રણ વર્ગ કિલોમીટરનો મોટો વિસ્તાર પ્રભાવિત થયો. દ્વિપના કાર્યકારી પ્રમુખ જિયાંગ યી-હુઆ એક ઇમરજન્સી પ્રતિક્રિયા કેન્દ્રમાં મળીને બચાવ અભિયાનનું સમન્વય કરી રહ્યા છે, જેણે શુક્રવારે સવારે અભિયાન શરૂ કરી દીધું.
બચાવ કાર્ય માટે દ્વિપની સેએ ઘટના સ્થળો પર 300થી વધારે સૈનિક બંદોબસ્તમાં ગોઠવ્યા છે. આની વચ્ચે, તાઇવાનના નેતા મા યિંગ-ઝિયાઉએ સંબંધિત અધિકારીઓ સાથે બચાવ કાર્યોમાં મદદ કરવાનો આગ્રહ કર્યો છે.












Click it and Unblock the Notifications
