For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથ આફ્રિકાઃ ફાર્મ માલિકે 15 હજાર મગર ઝૂમાંથી છોડી દીધા

By Super
|
Google Oneindia Gujarati News

જ્હોનિસબર્ગ, 25 જાન્યુઆરીઃ સાઉથ આફ્રિકાના એક ફાર્મમાંથી અંદાજે 15 હજાર જેટલા મગરને છોડી મુકવામાં આવતા, આસપાસના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. મગર છોડવા પાછળ ભારે વરસાદના પગલે આવેલા પૂર કારણભૂત હોવાનું ફાર્મના ઓનરે જણાવ્યું છે.

લોકલ પ્રેસના અહેવાલ અનુસાર, રાકવેના ક્રોકોડાઇલ ફાર્મના માલિકને ભારે વરસાદના કારણે પોતાના ફાર્મના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. મોટા ભાગના મગરને પરત મેળવી લેવમા આવ્યા હતા, પરંતુ હજુ પણ અડધાથી ઉપર મગર લાપતા છે અને તે લિમ્પોપો નદીમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

crocodile
બ્લિડ ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર માલિકના સાસરીયાઓએ જણાવ્યું છે કે લિમ્પોપો નદીમાંથી અમુક પરત મળ્યા છે, હજુ પણ ઘણા તેમાં હોઇ શકે છે.

મગરોને પકડવા માટે સેના અને પોલીસકર્મીઓને કામે લગાડાયા છે. ઘણા સ્થાનિક લોકોએ પણ મોટર બોટનો ઉપયોગ કરીને પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડાયા છે. જો કે, હજુ સધી મગર દ્વારા કોઇને ઘાયલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ નથી.

English summary
The owner of the Rakwena Crocodile Farm was forced to open the gates after concern over a storm surge, local press reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X