નેપાલની રાજધાની કાઠમંડુ નજીક વિમાન દુર્ધટનામાં 19 યાત્રીઓના મોત

plane crash
કાઠમંડુ, 28 સપ્ટેમ્બર: નેપાળની રાજધાની કાઠમંડુ નજીક આજે વહેલી સવારે સ્થાનિક સમય 6.15 વાગે એક વિમાન દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 19 યાત્રીઓના મોત નિપજ્યાં છે. વિમાન ઉડાનની એક મિનીટ બાદ આ અકસ્માત સર્જાર્યો હતો. પોલીસ આ ઘટનાની પુષ્ટી કરી રહી છે. વિમાનમાં 16 મુસાફરો અને ચાલકદળના સભ્યો સવારી કરી રહ્યાં હતાં.

પોલીસ પ્રવક્તા વિનોદ સિંહે જણાવ્યું હતું કે આજે સવારે 6.15 કલાકે વિમાને થોડીવાર પહેલાં કાઠમંડુ એરપોર્ટ પરથી લુકલા માટે ઉડાન ભરી હતી. લુકલા નેપાળનું પર્યટન સ્થળ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાનનો કાટમાળ મનોહરા નદી પાસે પડ્યો છે. રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિમાન દુર્ઘટના કયા કારણોસર સર્જાઇ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

નેપાળમાં નાના વિમાનો ઘણીવખત દુર્ઘટનાનો શિકાર બને છે. આ અગાઉ 15 મેના રોજ નેપાળના ઉત્તરી વિસ્તારમાં એક વિમાનઅડ્ડા પર વિમાન ઉતરણ વખતે દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 15 લોકોના મોત નિપજ્યાં હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X