ચીનમાં સૌલિકની તબાહી, 200ના મોતની આશંકા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌલિક તોફાન તાઇવાનથી પસાર થઇ રહ્યું છે. આ ચીન ફુઝિયાન અને ઝેજિયાંગ પ્રાંત તરફ વધી રહ્યું છે. ચીનના પ્રધાનમંત્રી લી કુચિયાંગ અનુસાર સરકારી વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાના છે.
ભારે વરસાદ અને તોફાનના કારણે સરકારી કાર્યાલયો અને ઘણી ખાનગી કંપનીયોના કાર્યલયને પણ બંધ કરી દેવાઇ છે. કહેવાય રહ્યું છે કે તોફાન જાપાનના કેટલાક ભાગોને પણ પ્રભાવિત કરશે.
ચીનમાં સરકારે સમુદ્રથી માછીમારોને પરત ફરવા અને બોટીંગ કરવાની મનાઇ કરી છે. ચીનમાં તોફાનના પ્રભાવમાં આવના કારણે 31 લોકોના માર્યા ગયાની ખરાઇ કરી છે અને હજી 166 લોકો હજી ગૂમ છે.












Click it and Unblock the Notifications
