2024 Nobel Prize : ડેવિડ બેકર, ડેમિસ હાસાબીસ અને જ્હોન એમ જમ્પરને 2024નો કેમેસ્ટ્રી નોબેલ પુરસ્કાર
2024 Nobel Prize : 2024 માટે નોબલ પુરસ્કારોની જાહેરાત થઈ રહી છે. આ ક્રમમાં જ કેમેસ્ટ્રીમાં ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર એનાયત થશે.
મહાન વૈજ્ઞાનિકો ડેવિડ બેકર, ડેમિસ હાસાબીસ અને જ્હોન એમ જમ્પરને રસાયણશાસ્ત્ર માટે 2024 નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે.

નોબેલ પુરસ્કાર સમિતિએ જણાવ્યું કે, રસાયણશાસ્ત્રમાં 2024 નો નોબેલ પુરસ્કાર કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે બેકરને અને બાકીનો અડધો ભાગ હાસાબીસ અને જમ્પરને પ્રોટીન સ્ટ્રક્ચર પ્રિડિક્શન માટે સંયુક્ત રીતે એનાયત કરાશે.
રસાયણશાસ્ત્રમાં 2024 નો નોબેલ પુરસ્કાર પ્રોટીન પર સંશોધન માટે છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સની એક અખબારી યાદી અનુસાર બેકરે સંપૂર્ણપણે નવા પ્રકારનું પ્રોટીન બનાવવાની લગભગ અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે.
હાસાબીસ અને જમ્પરે પ્રોટીનની જટિલ રચનાઓની આગાહી કરવાની 50 વર્ષ જૂની સમસ્યા હલ કરી છે. એટલુ જ નહીં આ સમસ્યાના ઉકેલ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ વિકસાવવામાં આવ્યું છે.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 9, 2024
The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T
2003 માં બેકરની સફળતાથી સંશોધન જૂથે અસંખ્ય પ્રોટીનનું ઉત્પાદન કર્યું છે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ્સ, રસીઓ, નેનોમટેરિયલ્સ અને નાના સેન્સર તરીકે થઈ શકે છે. તેમના AI મોડલ્સ સાથે હસાબીસ અને જમ્પર લગભગ તમામ 200 મિલિયન પ્રોટીનની રચનાની આગાહી કરવામાં સક્ષમ છે જેને સંશોધકોએ ઓળખી કાઢ્યા છે.












Click it and Unblock the Notifications
