પાકિસ્તાનમાં આતંકવાદીઓએ રેલવે સ્ટેશન પર કર્યો ભીષણ બોમ્બ વિસ્ફોટ, 21નાં મોત
21 Died in Bomb Blast : પાકિસ્તાનથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓએ રેલવે સ્ટેશન પર ભીષણ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં 21 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે..
મળતી જાણકારી અનુસાર, બલૂચિસ્તાનના ક્વેટા રેલ્વે સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

બોમ્બ વિસ્ફોટ અંગેના પ્રારંભિક અહેવાલો મુજબ, વિસ્ફોટ રેલ્વે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં થયો હતો, જ્યાં સામાન્ય રીતે લોકોની વધુ ભીડ જોવા મળતી હોય છે, આ કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
પોલીસ અને બચાવ કાર્યકરો રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા, જ્યારે ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને આસપાસથી વધારાના ડૉક્ટર અને સહાયક સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો.
Balochistan | Over a dozen casualties have been reported after an explosion occurred near the Quetta Railway Station. At the time of the explosion, a train was ready to depart from the platform for Peshawar, reports Pakistan's Dawn News pic.twitter.com/w8xmbzkEHF
— ANI (@ANI) November 9, 2024
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. અધિકારીઓએ જિયો ન્યૂઝને જણાવ્યું છે કે વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
મીડિયા સાથે વાત કરતા વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ઓપરેશન્સ ક્વેટા મુહમ્મદ બલોચે કહ્યું કે, આ આત્મઘાતી વિસ્ફોટ હોવાનું જણાય છે. જો કે આ મામલે અત્યારે વધુ તપાસ ચાલી રહી છે.
જ્યારે મૃતકોની સંખ્યા વિશે માહિતી આપતા એસએસપી ઓપરેશન બલોચે કહ્યું કે વિસ્ફોટમાં મૃત્યુઆંક 21 છે અને 30 અન્ય ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
