US:કારમાં આગ લાગતા ભાગ્યો ડ્રાઇવર,ભારતીય મહિલાનું મૃત્યુ

25 વર્ષીય હરનીલ ગ્રેવાલનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું, તે મૂળ ભારતીય હતી.

અમેરિકાના ન્યૂ યોર્કમાં એક કાર અકસ્માતમાં ભારતીય મૂળની 25 વર્ષીય યુવતીનું મૃત્યુ તયું હતું. અકસ્માત થતાં ગાડીમાં આગ લાગી ગઇ હતી અને ડ્રાઇવર ગાડી છોડી ભાગી નીકળ્યો હતો, જ્યારે ગાડીમાં બેઠેલ યુવતી આગમાં સળગી ગઇ હતી. આ યુવતીની ઓળખ હરલીન ગ્રેવાલ તરીકે થઇ હતી. બ્રૂકલિન-ક્વિન્સ એક્સપ્રેસ વે પરથી ગાડી પસાર થઇ રહી હતી ત્યારે ડ્રાઇવરે ગાડી પરથી નિયંત્રણ ગુમાવી દેતાં ગાડી કોંક્રિટના સ્લેબ સાથે અથડાઇ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવી નાંખી ત્યાર પછી તેમને ખ્યાલ આવ્યો હતો કે, ગાડીની અંદર એક મહિલાનું શબ છે. આ ઘટના શુક્રવારે સવારે બની હતી.

harleen grewal

અકસ્માત સાથે જ લક્ઝરી કાર ઇન્ફિનિટી 35જીમાં આગ લાગી હતી અને ડ્રાઇવર સઇદ અહમદ ગાડીમાંથી બાહર નીકળી ગયો હતો. તેણે હરલીનને બચાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. આ કારણે સઇદ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, સઇદના ભાઇનું કહેવું છે કે, તેણે હરલીનને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ લાગતાં ગાડી છોડી સઇદ હોસ્પિટલ ભાગી ગયો હતો, તે હાથ અને પગે દાઝી ગયો હતો. પોલીસે હોસ્પિટલમાંથી તેની ધરપકડ કરી હતી. પોલીસ અનુસાર, સઇદનું લાયસન્સ રદ્દ થઇ ગયું છે અને તેણે દારૂ પણ પીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X