For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલ્કોહોલથી કોરોના કાબુ રહેવાની અફવા વચ્ચે ઝેરી શરાબથી ઈરાનમાં 27ના મોત

ઈરાનમાં શરાબ પીવાથી નોવેલ કોરોના વાયરસનુ સંક્રમણ ઠીક થવાની અફવા ફેલાયા બાદ મેથાનૉલનુ સેવન કરવાથી 27 લોકોના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

ઈરાનમાં શરાબ પીવાથી નોવેલ કોરોના વાયરસનુ સંક્રમણ ઠીક થવાની અફવા ફેલાયા બાદ મેથાનૉલનુ સેવન કરવાથી 27 લોકોના મોત થઈ ગયા છે. આ માહિતી સરકારી સંવાદ સમિતિના 'ઈરના'એ સોમવારે આપી. ચીનની બહાર આ ઘાતક વિષાણુથી સર્વાધિક પ્રભાવિત દેશોમાં ઈરાન પણ શામેલ છે. 'ઈરના'એ જણાવ્યુ કે ગેરકાયદેસર દારૂ પીવાથી દક્ષિણ પશ્ચિમ પ્રાંત ખુજેશ્તાનમાં 20 લોકોના મોત થઈ ગયા જ્યારે સાત લોકોના મોત ઉત્તરી અલબોર્જ વિસ્તારમાં થયા.

corona

તમને જણાવી દઈએ કે ઈરાનમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે. અમુક બિન મુસ્લિમ ધાર્મિક લઘુમતીઓને જ દારૂ પીવાની છૂટ છે. ખુજેશ્તાનની રાજધાની અહવાજના જુનદીશાપુર ચિકિત્સા વિશ્વવિદ્યાલયના પ્રવકતાએ જણાવ્યુ કે ગેરકાયદેસર દારૂ પીધા બાદ 218 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અલી અહસાનપુરે કહ્યુ કે આ અફવાઓ બાદ લોકોએ ઝેરી દારૂ પીધો એવુ વિચારીને આનાથી કોરોના વાયરસના ઈલાજમાં તે પ્રભાવી થઈ શકે છે. અલબોર્જના મોહમ્મદ અઘયારીએ ઈરનાને કહ્યુ કે મૃતકોએ એ ભ્રમમાં મેથનૉલ પી લીધુ કે તે કોરોના વાયરસથી લડી રહ્યા છે અને ઠીક થઈ રહ્યા છે. મેથાનૉલ વધુ માત્રામાં પી લેવાથી અંધાપો આવી શકે છે, યકૃતને નુકશાન થઈ શકે છે અને આનાથી મોત થઈ શકે છે.

ઈરાનમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 43 લોકોના મોત

ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં સોમવારે 43 વધુ લોકોનો મોત સાથે દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી મૃતકોની સંખ્યા 237 સુધી પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના એક સહાયક અલીરજા વહાબજાદેહે એક ટ્વિટમાં જણાવ્યુ, 'છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 595 નવા કેસ સામે આવ્યા છે અને પ્રભાવિત લોકોની સંખ્યા 7,167 સુધી પહોંચી ગઈ છે.' તેમણે કહ્યુ, 'અત્યાર સુધી 2,394 લોકો આનાથી ઠીક થયા છે.'

આ પણ વાંચોઃ શું દારૂ પીવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ? જાણો WHOએ શું કહ્યુંઆ પણ વાંચોઃ શું દારૂ પીવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ? જાણો WHOએ શું કહ્યું

English summary
27 people in Iran have died from alcohol poisoning after drinking methanol while trying to protect themselves from coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X