For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પ હજી કોરોના સંક્રમિત હોય તો બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ ના થવી જોઈએઃ જો બિડેન

ડોનાલ્ડ ટ્રમ્પ હજી કોરોના સંક્રમિત હોય તો બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ ના થવી જોઈએઃ જો બિડેન

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જો બિડેને મંગળવારે કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ હજીપણ સંક્રમિત હોય તો તેઓ બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં સામેલ થવાની વિરુદ્ધમાં છે. ગેટીજબર્ગથી પરત ફરતી વખતે જો બિડેને કહ્યું કે, 'મને લાગે છે કે જો પ્રેસિડેન્ટ હજી પણ કોરોના સંક્રમિત હોય તો ડિબેટ ના કરાવવી જોઈએ.'

joe biden

અમેરિકી પ્રેસિડેન્ટ પદના દાવેદાર વચ્ચે ત્રણ ડિબેટ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે પહેલી ડિબેટ 29 સપ્ટેમ્બરે થઈ હતી. આ દરમ્યાન બંને વચ્ચે ઘણી ગરમાગરમી જોવા મળી હતી. બીજી ડિબેટ 15 ઓગસ્ટે મિયામીમાં થશે અને અંતિમ ડિબેટ 22 ઓક્ટોબરે ટેનેસના નૈશવિલેમાં થશે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. બિડેને કહ્યું કે, તેમમે કોરોના સંબંધી નિયમોનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ.

બિડેને કહ્યું કે, 'ઘણા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ એક ગંભીર સમસ્યા છે. મને ક્લેવલેન્ડ ક્લિનિકલના ડૉક્ટર્સ દ્વારા આ મામલે દિશા નિર્દેશ મળ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની તબિયત હવે કેવી છે મને ખબર નથી.' ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કર્યું કે તેઓ 15 ઓક્ટોબરે મિયામીમાં થનાર પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે ઉત્સુક છે. આ ડિબેટ બહુ ખાસ હશે. જણાવી દઈએ કે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

આ પણ વાંચો- US Presidential Election 2020: અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે? આ સાત રાજ્ય નક્કી કરશે

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે પ્રેસિડેન્શિયલ પદ માટે આયોજિત પહેલી ડિબેટમાં તેમણે પોતાના ડેમોક્રેટિક પ્રતિદ્વંદ્વી જો બિડેન વિરુદ્ધ જીત હાંસલ કરી છે. ટ્રમ્પે એમ પણ દાવો કર્યો કે તેમણે બિડેનના બહુ ખતરનાક એજન્ડાને ઉજાગર કર્યો. ઓહાયોમાં મંગળવારે રાતે આયોજિત કરાયેલ ડિબેટમાં બંને ઉમેદવારે એકબીજા પર તીખા પ્રહાર કર્યા અને આરોપો લગાવ્યા. બંને ઉમેદવારો વચ્ચે નસલવાદ, અર્થવ્યવસ્થા, જળવાયુ, સ્વાસ્થ્ય સેવાો અને કોરોના સહિત કેટલાય મુદ્દાઓ પર દલીલો થઈ. બંને નેતાઓએ ડિબેટમાં જીતની ઘોષણા કરી છે.

English summary
Another presidential debate should not take place if Donald Trump is still infected with Corona: joe Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X