કાબુલમાં તાલિબાની હુમલામાં ત્રણ ભારતીયોના મોત

જોકે બે અથવા ત્રણ આતંકવાદીઓની 30થી 40 મિનિટ સુધી સુરક્ષા ગાડરેની સાથે અથડામણ ચાલી અને ત્યારબાદ તમામ હુમલાખોર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું કે કાબુલ હુમલામાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાગરિકોના મૃતદેહો માટે કાનૂની ઔપચારિકતાઓ પૂરી કરવામાં ભારતનું મિશન બધી જ મદદ કરી રહ્યું છે.
તાલિબાનના ટ્રક બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારીમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા હતા. આતંકવાદીઓના હુમલામાં નાટો આપૂર્તિ કંપની પરિસરનું પ્રવેશદ્વાર સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગયું હતું.












Click it and Unblock the Notifications
