OMG! 3 વર્ષના બાળકે કર્યું માતા-પિતા પર પિસ્તોલ વડે ફાયરિંગ!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ન્યૂ મેક્સિકો, 2 ફેબ્રુઆરી: અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક અજબ પ્રકારની ઘટના સામે આવી છે. અત્રે એક ત્રણ વર્ષના બાળકે પોતાના માતા-પિતા પર ગોળી ચલાવી દીધી. જોકે આ બાળકથી ગોળી ભૂલથી ચલાઇ ગઇ છે. પરંતુ પોલીસે બાળક સામે ફરિયાદ દાખલ કરી લીધી છે. આ હૃદય હચમચાવી નાખે તેવી ઘટના ન્યૂ મેક્સિકોમાં ઘટી છે જ્યાં એક હોટલમાં છેલ્લા ઘણા દિવસથી દંપતિ આવીને રહેતા હતા.

    પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ બાળકને પોતાની માતાના પર્સમાંથી પિસ્ટલ મળી ગઇ અને તેણે રમત-રમતમાં ફાયરિંગ કરી દીધું. લાંસ એંજિલ્સ ટાઇમ્સ અનુસાર બાળકની માતા આઠ માસની ગર્ભવતી છે.

    kid
    આ ઘટનામાં આ બાળકના પિતા અને માતા સંપૂર્ણ રીતે ઘાયલ થઇ ગયા. જ્યાં પિતાને પોલીસે સારવાર બાદ રજા આપી દીધી છે તો તેની માતા હજી સુધી હોસ્પિટલમાં છે. પોલીસ અનુસાર આ બાળકે માતાના બેગમાંથી આઇપેડ અથવા આઇપૉડ શોધી રહ્યું હતું. તેના સ્થાને તેના હાથમાં પિસ્તોલ લાગી ગઇ. આ બાળકે તે સમયે શૉટ ફાયર કરી દીધું. જ્યારે પોલીસનુ માનીએ તો બાળકના પિતાની વિરુદ્ધ એક અપરાધિક કેસ નોંધાયેલ છે અને હવે પોલીસે પિતાની તપાસ પણ શરૂ કરી દીધી છે.

    બાળકની માતાનું કહેવું છે કે તેણે થોડા દિવસ પહેલા જ પિસ્તોલ ખરીદી હતી. આપને જણાવી દઇએ કે અમેરિકામાં પોતાની રક્ષા માટે નિર્ધારિત માપદંડો હેઠળ પિસ્તોલ રાખવાની પરવાનગી આપવામાં આવે છે.

    આ કારણે હંમેશા લોકોની પાસે દરેક સમયે હથિયાર હોય છે. ડિસેમ્બર 2014માં અમેરિકાના હેડનના લ્હાડો મૉલમાં બે વર્ષના બાળકથી ગોળી ચાલી ગઇ હતી. આ ઘટનામાં તેની માતાનું મોત થઇ ગયું હતું.

    English summary
    3 years old kid shot his pregnant mother and dad in US New Mexico. He found the gun in his moms purse.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more