ચીનમાં બે વિસ્ફોટ, 32ના મોત

આ વિસ્ફોટ શુક્રવારે રાત્રે થયો હતો. આ વિસ્ફોટના કારણે જિનઝોંગ સિટીમાં શોઉયાંગ કાઉંટીના સિયાંગયાંગ હોટ પોટ રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઇ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે વિસ્ફોટ ગેસ લીક થવાના કારણે થયો હતો.
સરકારી સમાચાર એજેન્સીએ સ્થાનીય કાઉન્ટી સરકારના તપાસકર્મીઓનો હવાલો આપીને જણાવ્યું કે ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ભર્તી કરી દેવાયા છે, જેમાં 17ની હાલત ગંભીર છે. વિસ્ફોટના કારણે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 8 લોકોનું હોસ્પિટલમાં મોત થયું હતું.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો જેને કારણે બે માળની રેસ્ટોરન્ટ અને 20 મીટર દૂર આવેલી દૂકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. જોકે સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્ફોટો પહેલા આ વિસ્તામાં કોઇ અસામાન્ય પ્રક્રિયા ન્હોતી થઇ રહી.
જ્યારે અન્ય એક ગેસ વિસ્ફોટની ઘટનામાં 18 લોકોના મોત થયા છે. માહિતી અનુસાર ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં આવેલી એક ખાણમાં 28 મજૂરો કાર્ય કરી રહ્યા હતા દરમિયાન ગેસ બ્લાસ્ટ થયો હતો, જેમાં 18 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
