• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4000 વર્ષ જૂની મૂર્તિ ઘૂમી રહી છે આપમેળે

|

લંડન, 25 જૂનઃ માનચેસ્ટર સંગ્રહાલયમાં 4,000 વર્ષ જૂની ઇજિપ્તની એક મૂર્તિને અહીંના એક સંરક્ષકોને ચોંકી જવા માટે મજબૂર કરી દીધા છે. મળતી માહિતી અનુસાર આ પ્રતિમા જાતે જ 180 અંશ ઘૂમવા લાગી છે અને એક ચર્ચા કરતા મુકી દે તેવા સમાચાર બની ગયા છે.

1800 ઇસાપૂર્વના સમયની 10 ઇંચ લાંબી મૂર્તિ એક મમીની કબરમાંથી મળી હતી અને તે માન્ચેસ્ટર સંગ્રહાલયમાં 80 વર્ષ સુધી રહી. જો કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંગ્રહાલયના ક્યૂરેટરોને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમને મૂર્તિના કોણ બદલાતા હોવાનું જોવા મળ્યું. વિશેષજ્ઞોએ રૂમમાં વીડિયો થકી નજર રાખવાનો નિર્ણય કર્યો અને આ જોઇને હેરાન તઇ ગયા કે આ મૂર્તિ 180 અંશ પર ધૂમી રહી છે, જ્યારે તેની આસપાસ કોઇ પણ નહોતું.

માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝના અહેવાલ અનુસાર નેબ સેનુ નામની આ માનવ મૂર્તિ રાત્રે સ્થિર અને દિવસે થોડી-થોડી ફરતી જોવા મળી છે. ઓક્સફોર્ડ રોડ પર સ્થિત સંગ્રહાલયના ક્યૂરેટર કેંપબેલ પ્રાઇસનું માનવું છે કે ફરતી આ મૂર્તિ પાછળ કોઇ આધ્યાત્મિક કારણ હોઇ શકે છે. પ્રાઇસે લોકોને અનુરોધ કર્યો છે કે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં તેની મદદ કરવામાં આવે.

English summary
Curse of the spinning statue! In some eerie news, a 4,000 year old Egyptian statue has puzzled curators at Manchester museum after the relic started to mysteriously spin 180 degrees on its own.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more