For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકનો દાવો- જૈશ પ્રમુખ મસૂદ અઝહરના બે ભાઈઓ સહિત 44 આતંકીની ધરપકડ

ભારત તરફથી એર સ્ટ્રાઈક કરાયા બાદ પાકિસ્તાન સહેમી ગયુ છે. દુનિયાને બતાવવા માટે હવે તે આતંક સામે કાર્યવાહી કરવાનો દેખાડો કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારત તરફથી એર સ્ટ્રાઈક કરાયા બાદ પાકિસ્તાન સહેમી ગયુ છે. દુનિયાને બતાવવા માટે હવે તે આતંક સામે કાર્યવાહી કરવાનો દેખાડો કરી રહ્યુ છે. આ ક્રમમાં પાકિસ્તાને હવે જૈશના પ્રમુખ મસૂદ અઝહરના બે ભાઈઓ સહિત 44 આતંકીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાનાની આંતરિક બાબતોના મંત્રી શહરયાર અફરીદીએ આજે જણાવ્યુ કે મસૂદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુલ રઉફ અને હમ્માદ અઝહર સહિત 44 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે શહરયારે દાવો કર્યો કે આ ધરપકડ કોઈ દબાણમાં કરવામાં આવી નથી.

masood azhar

તમને જણાવી દઈએ કે પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ ચરમસીમા પર છે. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા હતા. જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં શહરયારે દાવો કર્યો કે પાકિસ્તાન સરકાકની આ એક્શન કોઈ બહારી દબાણમાં નથી.

Pakistan's Dunya News: 44 members of banned outfits arrested, says Interior Ministry. - ANI (@ANI) March 5, 2019

આ કાર્યવાહી બધા પ્રતિબંધિત સંગઠનો સામે કરવામાં આવી છે. જૈશ પ્રમુખ મસૂદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુલ રઉફ અને હમ્માદ અઝહરની ધરપકડને ભલે પાકિસ્તા ભારતનું દબાણ માનવાનો ઈનકાર કરે પરંતુ એ જગજાહેર છે કે પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર આતંકી સંગઠનો પર એક્શન લેવાનું ચારે તરફથી દબાણ થઈ રહ્યુ છે એટલા માટે પાકિસ્તાને મસૂદ અઝહરના બંને ભાઈઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ હવે જો કોઈ આતંકી હુમલો થયો તો ફરીથી થશે એર સ્ટ્રાઈકઆ પણ વાંચોઃ હવે જો કોઈ આતંકી હુમલો થયો તો ફરીથી થશે એર સ્ટ્રાઈક

English summary
44 members of banned outfits arrested, says Pakistan's Interior Ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X