For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ કહ્યુ - કોરોનાથી ભારતમાં 47 લાખ મોત, ભારતે વ્યક્ત કર્યો વાંધો

કોરોના(કોવિડ-19) દરમિયાન થયેલ મોતની લઈને વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ દાવો કર્યો છે કે દુનિયાભરમાં જન્મની સરખામણીમાં મોતનો આંકડો ત્રણ ગણાથી પણ વધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના(કોવિડ-19) દરમિયાન થયેલ મોતની લઈને વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ દાવો કર્યો છે કે દુનિયાભરમાં જન્મની સરખામણીમાં મોતનો આંકડો ત્રણ ગણાથી પણ વધુ છે. WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અદનોમે ઘેબ્યેયિયસે કહ્યુ કે મોતનો આ આંકડો માત્ર મહામારીના પ્રભાવના કારણે નથી. આનુ કારણ ઘણા દેશોમાં મેડિકલ સુવિધાઓની ઉણપ હોવાનુ પણ છે. જે દેશોમાં મોતનો આંકડો વધ્યો છે ત્યાં મેડિકલના ક્ષેત્રમાં રોકાણની જરુર છે.

corona

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) તરફથી કહેવામાં આવ્યુ છે કે જાન્યુઆરી, 2020 અને 31 ડિસેમ્બર, 2021 વચ્ચે ભારતે 4.7 મિલિયન વધુ મોતની સૂચના આપી હતી. ગુરુવારે કોવિડ-19 મહામારીથી મરનારા લોકોની સંખ્યા નવા અનુમાન જાહેર કરીને WHOએ દાવો કર્યો કે દુનિયાભરમાં અધિકૃત રીતે નોંધવામાં આવેલા જન્મની સંખ્યાથી મોતના આંકડા ત્રણ ગણા વધુ છે. ગયા વર્ષે વિશ્વમાં કુલ લગભગ 14.9 મિલિયન મોત થયા છે.

વિશ્વમાં 84% વધુ મોતનો આંકડો માત્ર 10 દેશોમાં મળ્યો

વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યુ કે પૂર્વાનુમાનની સરખામણીમાં મોટાભાગની વધેલી મોત દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં નોંધવામાં આવી. આ દેશોમાં કુલ વધેલ મોતના લગભગ 84% આંકડા મળ્યા છે. વળી, વૈશ્વિક સ્તરે લગભગ 68% વધુ મોતના આંકડા માત્ર 10 દેશોમાં જોવા મળ્યા છે.

ભારત સરકારે WHOના અનુમાન પર વ્યક્ત કર્યો વાંદો
કેન્દ્ર સરકારે WHOના અનુમાનોને ફગાવીને વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રક્રિયા અને કાર્યપ્રણાલી અને પરિણાના મૉડલિંગ અભ્યાસ પર વાંધો વ્યક્ત કર્યો છે. સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે WHOએ ભારતની સમસ્યાઓ નજરઅંદાજ કરીનેવધુ મૃત્યુદરના અનુમાન જાહેર કરી દીધા છે. આ સપ્તાહની શરુઆતમાં ભારતને નાગરિક રજિસ્ટ્રેશન પ્રણાલિ(Civil Registration System)ના આધારે મૃત્યુ સંખ્યા જાહેર કરી. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે મોતના આંકડા માટે મૉડલનો સહારો લેવાની કોઈ જરુર નથી.

વળી, વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ 2020-21માં ભારત કોવિડ-19ના કારણે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે 4.7 મિલિયન મોતનુ અનુમાન લગાવ્યુ હતુ. આ દરમિયાન દેશમાં લગભગ 520,000 મોત અધિકૃત રીતે નોંધવામાં આવ્યા હતા. જ્યારે ઓગસ્ટ 2020 સુધી WHOના આંકડાઓથી જાણવા મળ્યુ છે કે આ સમયમાં દેશ મોટાભાગે લૉકડાઉનમાં હતુ જે માર્ચના અંતમાં શરુ થયુ હતુ. આ દરમિયાન લગભગ 62,000 ઓછા મોત થયા હતા. વર્ષ 2020 એપ્રિલ, મે અને જૂનના મહિનામાં 2.7 મિલિયનથી વધુ મોત થયા હતા. આ દરમિયાન કોરોનાની બીજી લહેર પોતાના ચરમ પર હતી.

English summary
47 lakh more deaths in India in 2020-21 WHO said shocking thing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X