પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા, ઘરની બહાર નીકળ્યા લોકો
ભારતમાં વાવાઝોડાની ચેતવણી વચ્ચે પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
ભારતમાં વાવાઝોડાની ચેતવણી વચ્ચે પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. જો કે હજુ સુધી બંને દેશોમાં ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકશાનના સમાચાર નથી. સાવચેતી રૂપે લોકોને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે.

જાણકારી મુજબ બુધવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તામાં લોકોને ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપના સમાચારથી લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવી ગયા. જો કે કોઈ પણ પ્રકારના નુકશાનના હાલમાં કોઈ સમાચાર નથી. પ્રશાસન એલર્ટ પર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભૂકંપના ઝટકા રોકાઈ રોકાઈને ઘણી વાર અનુભવાયા.












Click it and Unblock the Notifications
