For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ભૂટાન વચ્ચે 5 MoU પર હસ્તાક્ષર, પીએમ મોદીએ કહ્યું- પાડોશીના વિકાસને લઈ ભારત પ્રતિબદ્ધ

ભારત-ભૂટાન વચ્ચે 5 MoU પર હસ્તાક્ષર, પીએમ મોદીએ કહ્યું- પાડોશીના વિકાસને લઈ ભારત પ્રતિબદ્ધ

|
Google Oneindia Gujarati News

થિમ્ફૂઃ પીએમ મોદી આજે શનિવારે બે દિવસીય ભૂટાનના પ્રવાસે પહોંચ્યા ચે. પીએણ મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું. જે બાદ બંને દેશના વડાપ્રધાનોએ સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરી. જ્યાં પીએમ મોદીએ કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલોમાં ભૂટાન એક વિશેષ સ્થાન રાખે છે. મારા પાછલા કાર્યકાળ દરમિયાન પીએમના રૂપમાં મારી પહેલી યાત્રા માટે ભૂટાનની ચૂંટણી સ્વાભાવિક હતી. આ વખતે પણ મારા બીજા કાર્યકાળના શરૂઆતમાં જ ભૂટાન આવી હું બહુ ખુશ છું. આ દરમિયાન ભારત અને ભૂટાન વચ્ચે પાંચ એમઓયૂ સાઈન થયા છે.

પીએમ મોદીએ કહી મહત્વની વાત

પીએમ મોદીએ કહી મહત્વની વાત

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ભૂટાનના સંબંધ બંને દેશોના લોકોની પ્રગતિ, સમ્પન્નતા અને સુરક્ષાના સંયુક્ત હિતો પર આધારિત છે. ભૂટાનની પંચવર્ષીય યોજનાઓમાં બારતનો સહયોગ તમારી ઈચ્છાઓ અને પ્રાથમિકતાઓના આધાર પર આગળ પણ ચાલુ રહેશે.

સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ કરી

સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ કરી

બંને દેશો તરફથી સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભૂટાન રાજાઓની બુદ્ધિમત્તા અને દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કર્યું છે. તેમના વિજને ભૂટાનને દુનિયાની સામે એક એવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે જ્યાં વિકાસને આંકડાઓથી નહિ ખુશીઓથી માપવામાં આવે છે. મને બહુ ખુશી છે કે આજે અમે ભૂટાનમાં રૂપે કાર્ડને લૉન્ચ કર્યું છે. જેનાથી ડિજિટલ ચૂકવણી અને વ્યાપાર તથા પર્યટનમાં અમારા સંબંધ વધુ વધશે.

પારમ્પરિક સમૃદ્ધિમાં પણ બદલ્યા

પારમ્પરિક સમૃદ્ધિમાં પણ બદલ્યા

પીએમ મોદીએ કહ્યું કે હાઈડ્રોપાવર બંને દેશની વચ્ચે સહયોગનું મહત્વપૂર્ણ છે. બંને દેશોએ ભૂટાનની નદીઓની શક્તિને વીજળીમાં જ નહિ, પારમ્પરિક સમૃદ્ધિમાં પણ બદલ્યા છે. બંને દેશના સહયોગથી ભૂટાનમાં હાઈડ્રો પાવર ઉત્પાદન ક્ષમતા 200 મેગાવોટને પાર કરી આગળ વધી રહ્યા ચે. ભૂટાનના સામાન્ય લોકોની વધતી જરૂરતોને પૂરી કરવા માટે ભારતથી એલપીજીની આપૂર્તિને 700થી વધારીને 1000 મેટ્રિક ટન પ્રતિમાસનો ફેસલો કર્યો છે. જેનાથી ક્લીન ફ્યૂલ ગામો સુધી પહોંચવામાં મદદ મળશે.

<strong>Video: ભૂટાન પહોંચ્યા પીએમ મોદી, હાથમાં ત્રિરંગો લઈ લોકોએ સ્વાગત કર્યું</strong>Video: ભૂટાન પહોંચ્યા પીએમ મોદી, હાથમાં ત્રિરંગો લઈ લોકોએ સ્વાગત કર્યું

English summary
5 MoUs signed between India-Bhutan, PM Modi says - India committed to neighbor development
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X