અમેરિકાના 5 રાજ્યો જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેનની હાર-જીતનો ફેસલો થશે!
અમેરિકાના 5 રાજ્યો જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેનની હાર-જીતનો ફેસલો થશે!
વૉશિંગ્ટનઃ ભારત સહિત દુનિયાભરની નજરો હાલ અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીના પરિણામ પર ટકેલી છે. પરંતુ અધિકારીઓ મુજબ રિઝલ્ટ આવવામાં હજી સમય લાગી શકે છે. પેંસિલવેનિયા, જ્યોર્જિયા, એરિજોના અને નવાડા જેવા રાજ્યોમાં એબસેંટી બેલેટ્સનો પહાડ લાગેલો છે. એવામાં રિપબ્લિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેને જીત માટે લાંબો ઈતેજાર કરવો પડી શકે છે. હાલ બિડેન 264 અને ટ્રમ્પ 214 વોટના આંકડા સુધી પહોંચી ગયા છે. અહીં એવાં પાંચ રાજ્યો વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી છે જે અમેરિકાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

જ્યોર્જિયા
16 ઈલેક્ટોરલ વોટ વાળું આ રાજ્ય રિપબ્લિકનનો ગઢ છે અને અહીં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી ટ્રમ્પને 2,430,156 વોટ્સ મળી ચૂક્યા છે. જ્યારે જો બિડેનને 2,407,589 વોટ્સ મળ્યા છે. અહીં ટ્રમ્પ 49.6 ટકા સાથે લીડ કરી રહ્યા ચે જ્યારે બિડેને 49.2 ટકા અંકો સાથે બઢત બનાવી છે. એટલે કે બંને વચ્ચે હાર-જીતનું અંતર બહુ ઓછું છે. વર્ષ 2018માં જ્યારે અહીં ગવર્નરની ચૂંટણી થઈ હતી ત્યારે રિપબ્લિકન પાર્ટીના બ્રાયન કેમ્પે ડેમોક્રેટ સ્ટેસી અબ્રામને 1.4 ટકા અંકે હરાવ્યા હતા.

નૉર્થ કેરોલિના
આ રાજ્યમાં 15 ઈલેક્ટોરલ વોટ છે અને અહીં ટ્રમ્પને સારી એવી બઢત મળેલી છે. અત્યાર સુધી ટ્રમ્પને 2,732,084 વોટ મળી ચૂક્યા ચે. જ્યારે બિડેનને 2,655,383 વોટ્સ મળ્યા છે. નોર્થ કેરોલિના પણ ઐતિહાસિક રીતે રિપબ્લિકનનો ગઢ રહ્યો છે પરંતુ પાછલા કેટલાક સમયથી અહીં વોટર્સનો મિઝાજ બદલાયો છે. પાછલી કેટલીક ચૂંટણીમાં માનવામાં આવી રહ્યું છે કે નોર્થ કેરોલિનાનો વોટર અંતિમ અવસરે પોતાનું મન બદલી શકે છે. જ્યાં શહેરોમાં ડેમોક્રેટ્સ તરફથી ઝુકાવ છે તો ગામમાં રિપબ્લિકનનો દબદબો છે.

પેંસિલવેનિયા
હાલ બદાની નજર આ રાજ્યના પરિણામ પર ટકી છે. 20 ઈલેક્ટોરલ વોટ વાળા આ રાજ્યમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ લીડ કરી રહ્યા છે. ટ્રમ્પને 3,21,893 વોટ્સ મળ્યા છે જ્યારે બિડેનના ભાગમાં 3,051,565 વોટ્સ આવ્યા છે. ટ્રમ્પ 50.7 ટકા અંકો સાતે તો બિડેન 48.1 ટકા અંકો સાથે રેસમાં છે. પેંસિલવેનિયા સૌતી મોટું સ્વિંગ સ્ટેટ છે અને અહીંથી વર્ષ 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા. ચાર વર્ષ પહેલા તેમને બસ 0.7 ટકા અંક સાથે જીત મળી હતી.

નવાડા
આ રાજ્યમાં આ ડેમોક્રેટ અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેન લીડ કરી રહ્યા ચે. બિડેન પાસે 5,88,252 વોટ્સ છે અને તેમણે 49.3 ટકા અંકો સાથે લીડ બનાવી રાખી છે. જ્યારે ટ્રમ્પને 5,80,605 વોટ્સ મળ્યા ચે અને તેમની લીડ 48.7 ટકા અંકોની છે. વર્ષ 2016માં ટ્રમ્પને અહીં હારનું મોઢું જોવું પડ્યું હતું.

અલાસ્કા
અલાસ્કામાં પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ આગળ ચાલી રહ્યા ચે. આ રાજ્યમાં 3 ઈલેક્ટોરલ વોટ્સ છે અને અત્યાર સુધીમાં ટ્રમ્પને 108,231 વોટ્સ મળી ચૂક્યા છે. 62.9 ટકા અંક સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ લીડ પર છે. ડેમોક્રેટ જો બિડેનને અહીં 56,849 વોટ્સ મળ્યા છે અને અહીં તે 33 ટકા અંકો સાથે છે.












Click it and Unblock the Notifications
