For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 વર્ષના બાળકની માની સામે જ ગળુ કાપી હત્યા કરી દેવાઈ

સાઉદી અરબમાં એક છ વર્ષના બાળકની ખૂબ જ નિર્દયતાથી તેની મા સામે જ ગળુ કાપી હત્યા કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

સાઉદી અરબમાં એક છ વર્ષના બાળકની ખૂબ જ નિર્દયતાથી તેની મા સામે જ ગળુ કાપી હત્યા કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાળકની ભૂલ માત્ર એટલી હતી કે તે ઈસ્લામના અલગ સંપ્રદાયનો હતો. આ બાળક પોતાની મા સાથે પેગંબર મોહમ્મદની દરગાહ મદીના આવ્યો હતો. આ બાળકનું નામ જકારિયા અલ જાબેર છે અને ધ મિરર યુકેના રિપોર્ટ અનુસાર બાળકની હત્યા કાચથી ગળુ કાપીને કરવામાં આવી છે. જે સમયે બાળકની હત્યા થઈ રહી હતી તેની મા રોક્કળ કરી રહી હતી અને તે બૂમો પાડી પાડીને બાળકને છોડી દેવા માટે કહી રહી હતી. પરંતુ હત્યારાનું દિલ બાળકનો ચહેરો જોઈને કે માની બૂમોથી પણ પિગળ્યુ નહિ.

માત્ર શિયા મુસલમાન હોવાનો કારણે હત્યા

માત્ર શિયા મુસલમાન હોવાનો કારણે હત્યા

મિરર તરફથી આપેલી જાણકારી અનુસાર મદીનામાં જ્યારે મા અને પુત્ર પેગંબર મોહમ્મદની દરગાહથી પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને એક વ્યક્તિએ પૂછ્યુ કે શું એ બંને શિયા સંપ્રદાયથી સંબંધ ધરાવે છે? આના પર માએ જવાબ આપ્યો, ‘હા.' જવાબ સાંભળ્યા બાદ એ વ્યક્તિ પહેલા તો ત્યાંથી જતો રહ્યો. થોડી મિનિટો બાદ તે વ્યક્તિ પાછો આવ્યો અને તેણે જકારિયાને મા પાસેથી છીનવી લીધો. આ વ્યક્તિ ત્યાં સુધી જકારિયાની ગરદન પર કાચની શીશીથી હુમલો કરતો રહ્યો જ્યાં સુધી તેનુ માથુ ધડથી અલગ ના થઈ ગયુ. તેની મા આ સમગ્ર ઘટનાક્રમથી એકદમ અસહાય અનુભવી રહી હતી અને સતત બાળકને છોડી દેવા માટે કાકલૂદી કરી રહી હતી.

સઉદી અરબમાં સુન્ની મુસલમાનોની સંખ્યા વધુ

સઉદી અરબમાં સુન્ની મુસલમાનોની સંખ્યા વધુ

સઉદી અરબ સુન્ની બહુમત ધરાવતો દેશ છે અને અહીં ત્રીજા ભાગની સંખ્યા સુન્ની મુસલમાનોની છે. માનવાધિકાર સંગઠનોનું કહેવુ છે કે સઉદી અરબમાં શિયા મુસલમાનો ઉપરાંત બીજા ધર્મોમાં આસ્થા ધરાવતા લોકોની પણ હત્યા કરી દેવામાં આવે છે. વૉશિંગ્ટન સ્થિત શિયા રાઈટ્સ વૉચનું કહેવુ છે કે હજુ સુધી આ ઘટનામાં કોઈએ પણ હસ્તક્ષેપ કર્યો નથી અને કોઈ ઑથોરિટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સતત શિયા મુસલમાનો પર હુમલા

સતત શિયા મુસલમાનો પર હુમલા

સઉદીમાં શિયા સમુદાય આ બાળકની હત્યા બાદ એકસાથે આવ્યો અને તેણે બાળક માટે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સઉદી શિયા સમુદાયનું કહેવુ છે કે તેમના પર દેશમાં સતત હુમલા થઈ રહ્યા છે. આ નવી ઘટના આ હુમલાઓમાં નવો કેસ છે. સઉદી શિયા સમુદાયના ઘણા લોકો પર મિલિટ્રી એક્શન લેવામાં આવી છે અને ઘણા લોકો હાલમાં જેલમાં છે. વળી, કેટલાક લોકોને મોતની સજા પણ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર અભિયાન

સોશિયલ મીડિયા પર અભિયાન

મીડિયાની માનીએ તો મહિલાએ પોતાના બાળકને બચાવવા માટે હુમલાવરને ખેંચવાની કોશિશ કરી હતી પરંતુ નિષ્ફળ રહી અને નીચે પડી ગઈ. હાલમાં આ મામલે કોઈ ધરપકડ થઈ નથી. નાના જકારિયાની હત્યાથી ગભરાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર #JusticeforZakaria નામથી અભિયાન પણ શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- 'એવા વ્યક્તિને શોધો જે...'આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- 'એવા વ્યક્તિને શોધો જે...'

English summary
6 years old boy beheaded in front of screaming mother in Saudi Arabia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X