For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેર, વિશ્વમાં 93 લાખથી વધુ લોકો સંક્રમિત, જાણો ક્યાં કેટલા કેસ?

આખા વિશ્વમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે, વર્લ્ડોમીટર મુજબ આખી દુનિયામાં અત્યાર સુધી કોરોનાથી 93 લાખથી વધુ લોકો સંક્રમિત છે

|
Google Oneindia Gujarati News

આખા વિશ્વમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે, વર્લ્ડોમીટર મુજબ આખી દુનિયામાં અત્યાર સુધી કોરોનાથી 93 લાખથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે મરનારની સંખ્યા 78 હજારને પાર પહોંચી ચૂકી છે. વળી, 50 લાખથી વધુ લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. દુનિયાના લગભગ 66 ટકા કોરોના કેસ માત્ર 10 દેશોમાંથી આવ્યા છે.

coronavirus

લેટેસ્ટ આંકડાઓ મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા નિમ્નલિખિત છેઃ

અમેરિકાઃ કેસ - 2,424,144 અને મોત - 123,473

બ્રાઝિલઃ કેસ - 1,151,479 અને મોત - 52,771

રશિયાઃ કેસ - 599,705 અને મોત - 8,359

ભારતઃ કેસ - 456,062 અને મોત - 14,483

યુકેઃ કેસ - 306,210 અને મોત - 42,927

સ્પેનઃ કેસ - 293,832 અને મોત - 28,325

પેરુઃ કેસ - 260,810 અને મોત - 8,404

ચિલીઃ કેસ - 250,767 અને મોત - 4,505

ઈટલીઃ કેસ - 238,833 અને મોત - 34,675

ઈરાનઃ કેસ - 209,970 અને મોત - 9,863

ભારતની વાત કરીએ તો અહીં મંગળવાર સુધી કોરોના વાયરસના 14933 નવા કેસ નોંધવામાં આવ્યા ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 440215 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 312 નવા દર્દીઓના મોત થયા છે અને મૃતકોનો આંકડો વધીને 14011 થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 248190 દર્દી રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં સક્રિય કેસ 178014 છે.

WHoનુ મોટુ નિવેદન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના ઈલાજ માટે અસ્થમા, ફેફસાની બિમારી અને ત્વચા રોગની દવા ડેક્સામેથાસોનના ઉપયોગ પર વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોમે સોમવારે મોટુ નિવદન આપ્યુ છે. તેમણે જોર આપ્યુ છે કે ડેક્સામેથાસોન દવા માત્ર ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ કોરોનાના ગંભીર કે બહુ નાજુક સ્થિતિમાં દર્દીઓને આપવી જોઈએ. તેમણે સાવધાન કરીને કહ્યુ કે કોઈ પુરાવા નથી કે આ દવાથી હળવા લક્ષણોવાળા રોગીઓ રિકવર થાય છે, આનાથી નુકશાન પણ થઈ શકે છે.

ભારત-ચીન વિવાદઃ લદ્દાખમાં સ્થિતિ સામાન્ય થતા લાગશે લાંબો સમયભારત-ચીન વિવાદઃ લદ્દાખમાં સ્થિતિ સામાન્ય થતા લાગશે લાંબો સમય

English summary
9,352,696 people have been confirmed with coronavirus infection worldwide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X