For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...અને દીકરીઓએ શોધી કાઢી 90 વર્ષના પિતા માટે દુલ્હન

|
Google Oneindia Gujarati News

marriage
સાઉદી અરબમાં 90 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીની અંતિમ ઇચ્છાનું સન્માન કરતા બીજી વખત લગ્ન કર્યા. સમાચારપત્ર ગલ્ફ ન્યૂઝ અનુસાર પશ્ચિમી સાઉદી અરબના તાઇફના રહેવાસી ફાતીસ અલ થાકાફીની પાંચ દીકરીઓએ પોતાના પિતા માટે એક યોગ્ય દુલ્હન શોધવામાં ત્રણ મહિના લગાવ્યા.

આ વર્ષેની શરૂઆતમાં લાંબી બીમારી બાદ પોતાની પત્ની ગુમાવનારા થાકાફીએ પહેલાં બીજીવાર લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ માતાની ઇચ્છા અંગે દીકરીઓ અને દીકરાઓ દ્વારા દબાણ લાવવામાં આવ્યા બાદ તેઓ બીજીવાર લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા હતા.

90 વર્ષની આ વ્યક્તિને પાંચ દીકરી અને સાત દીકરા છે. દીકરીઓ પોતાના વૃદ્ધ પિતા માટે જવાન નહીં પરંતુ પરિપક્વ મહિલાં ઇચ્છતી હતી. આખરે તેમને ગામડામાં રહેતી 53 વર્ષીય નિઃસંતાન વિધવા મળી ગઇ, જેણે લગ્નના પ્રસ્તાવનો સ્વિકાર કરી લીધો હતો. વૃદ્ધે પોતાની નવી દુલ્હન માટે 25 હજાર સાઉદી રિયાલ( 6665 ડોલર) ચુકવવા પડ્યા.

English summary
A 90 year old Saudi man was “forced” to remarry after his daughters and sons insisted he honoured their mother’s dying wish.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X