For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

90નો વર ને 15ની લાડી, પરંતુ સુહાગરાત નહીં!

|
Google Oneindia Gujarati News

marriage
દુબઇ, 8 જાન્યુઆરી: દુબઇમાં એક 90 વર્ષના સાઉદી ડોસાએ ભારે દહેજ આપીને 15 વર્ષની એક સગીરા સાથે લગ્ન કર્યા છે. આ ડોસા સાથે લગ્ન કરાવવાના મામલે યુએઇમાં જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. સમાચારો અનુસાર લગ્ન બાદ હેબતાઇ ગયેલી સગીરાએ બે દિવસ સુધી પોતાના ઓરડાનો દરવાજો બંધ રાખ્યો અને તેના પતિને ઘરમાં ગુસવા દીધો નહી. આ ઉપરાંત તેને તક મળતા તે તેના પતિના ઘરેથી ભાગી જઇને મા-બાપના ઘરે આવતી રહી હતી.

જોકે 90 વર્ષના આ ડોસાનું કહેવું છે કે તેના લગ્ન યોગ્ય છે અને તેમાં કઇ ખોટું નથી. તેણે લગ્ન માટે છોકરીના પરિવારને 17,000 અમેરિકન ડોલર આપ્યા છે. કાનૂન અંતર્ગત તેઓ સગીરાને પાછી મોકલાવે અથવા દહેજની રકમ પાછી આપે. આ મામલે સોસિયલ નેટવર્કિંગ સાઇટ પર જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ટ્વિટર પર યુવતીના માતા પિતાને પણ દોષિત ગણાવવામાં આવી રહ્યા છે, જેમણે તેમની પુત્રીના લગ્ન આટલી મોટી ઉમરના વ્યક્તિ સાથે કરી દીધા.

માનવઅધિકાર માટે કામ કરનાર સાઉદી નેશનલ એશોસિએશનની સુહૈલા જેન ઇલ એબેદિને સરકારને વિનંતી કરી છે કે તે આ મામલે કડક કાર્યવાહી કરે. તેમણે આ ઘટનામાં મા-બાપને પણ ગુનેગાર ઠેરવીને જણાવ્યું કે આ ઘટના પર હજી સુધી યુએઇ સરકારનું કોઇ પણ નિવેદન આવ્યું નથી.

English summary
A Saudi man aged around 90 married a 15-year old girl, but she then locked herself up in her room for 2 days before fleeing back to her family, prompting threats by the man to sue her parents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X